ઉત્તર પ્રદેશ : આઝમગઢમાં બોલેરો અને ટ્રેક્ટર-ટ્રોલી વચ્ચે ગમખ્વાર અકસ્માત, પાંચના મોત

ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ટ્રેક્ટર ટ્રોલી અને બોલેરોની ટક્કર થઈ હતી.

Update: 2023-04-30 03:16 GMT

ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ટ્રેક્ટર ટ્રોલી અને બોલેરોની ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા. જ્યારે એક ઘાયલ થયો છે. ઘાયલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેની હાલત એકદમ નાજુક છે

મળતી માહિતી મુજબ, લખનૌ તરફથી આવતી બોલેરો શનિવારે રાત્રે લગભગ 11 વાગે પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ટ્રેક્ટર ટ્રોલી સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બોલેરોમાં સવાર પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. ત્યાં અન્ય એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. જેમને જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાંથી તેને વારાણસી રિફર કરવામાં આવ્યો હતો.

એએસપી સિટી શૈલેન્દ્ર લાલના જણાવ્યા અનુસાર, લખનૌથી ગાઝીપુર જઈ રહેલી બોલેરો શનિવારે રાત્રે 11.30 વાગ્યે પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર અહૌલા પોલીસ સ્ટેશન વિસ્તારના ખાદરામપુર ગામ પાસે ટ્રેક્ટર-ટ્રોલી સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બોલેરોમાં સવાર ત્રણ મહિલા અને બે પુરૂષોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

જ્યારે એક મહિલા કિરણને ગંભીર ઇજા પહોંચી હતી. જેમને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાંથી તેને વારાણસી રિફર કરવામાં આવ્યો હતો. તમામ દેવરિયા જિલ્લાના રહેવાસી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. આ બનાવ અંગે સંબંધીઓને જાણ કરવામાં આવી છે.

Tags:    

Similar News