IPL 2020 : ફાઇનલમાં પહોંચવાની રેસ શરૂ, આજે મુંબઈ અને દિલ્લી ટકરાશે

Update: 2020-11-05 04:54 GMT

ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનમાં લીગ રાઉન્ડ પૂરો થયા બાદ આજથી પ્લેઓફ મુકાબલા શરૂ થશે. પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને રહેલી મુંબઈ ઈન્ડિયન્સની ટક્કર બીજા ક્રમે રહેલી દિલ્હી કેપિટલ્સ સાથે થશે. પ્રથમ પ્લેઓફ જીતનારી ટીમ પાસે સીધી જ ફાઇનલમાં પહોંચશે, જ્યારે હારનારી ટીમ પાસે પણ ફાઇનલમાં પહોંચવાનો મોકો રહેશે.

પ્રથમ પ્લેઓફ મેચને ક્વોલિફાયર વન નામ આપવામાં આવ્યું છે. કારણકે વિજેતા ટીમને સીધી જ ફાઇનલની એન્ટ્રી મળી જાય છે. 6 નવેમ્બર શુક્રવારે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે બીજી પ્લેઓફ મેચ રમાશે. જેને એલિમિનેટર કહેવાય છે. શુક્રવારે જે ટીમ હરશે તેની આઈપીએલ સફર ખતમ થઈ જશે. 8 નવેમ્બરે રમાનારી બીજી પ્લેઓફના ત્રીજા મુકાબલાને ક્વોલિફાયર ટુ કહેવામાં આવ્યું છે. જો પણ ટીમ ક્વોલિફાયર ટૂમાં જીતશે તેની ટક્કર ક્વોલિફાયર વન જીતનારી ટીમે સાથે 10 નવેમ્બરે થશે.

આજનો મુકાબલો દુબઈમાં રમાશે. ભારતીય સમય મુજબ સાંજે 7.00 કલાકે ટોસ થશે અને 7.30 કલાકે મેચ શરૂ થશે. આ મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની તમામ ચેનલો પર જોઈ શકાશે.


Tags:    

Similar News