જમ્મુ-કાશ્મીર : શ્રીનગરમાં જાહેરમાં આંતકવાદીઓએ કર્યો ગોળીબાર, 2 પોલીસ જવાન શહીદ, આતંકીઓના CCTV આવ્યા સામે

Update: 2021-02-19 08:55 GMT

જમ્મુ-કાશ્મીરમાં બાઘત બારાજુલ્લા એરિયામાં આતંકીઓએ શુક્રવારે બપોરે પોલીસ પાર્ટી પર ફાયરિંગ શરૂ કરી દીધી હતી. આ ફાયરિંગમાં બે પોલીસકર્મી ઘાયલ થઇ ગયા હતા જેમનુ ઇલાજ દરમિયાન મોત નિપજ્યુ હતુ. શહીદ જવાન જમ્મુ-કાશ્મીરના છે. વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસ પર હુમલો કરતા આતંકીઓ સીસીટીવી ફૂટેજમાં કેદ થઇ ગયા છે. જેમાં એક આતંકી એકે-47 લઇને દેખાઇ રહ્યો છે. ખાસ વાત તે છે કે આતંકી માર્કેટ વચ્ચે દેખાઇ રહ્યો છે. આ આતંકી કોણ છે તેને લઇને તપાસ શરૂ થઇ ગઇ છે, વિસ્તારમાં પણ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

Full View

સીસીટીવીમાં એક આતંકી જોવા મળે છે પરંતુ પ્રત્યક્ષદર્શીઓનું માનવું છે કે બે આતંકીઓએ હુમલાને અંજામ આપ્યો છે. ફાયરિંગ કર્યા બાદ તરત જ આતંકીઓ ફરાર થઇ ગયા હતા. ઘટનાસ્થળે જમ્મુ-કાશ્મીર પોલીસ, સીઆરપીએફ અને સેનાના જવાન પહોંચી ગયા છે.

આ પહેલા જમ્મુ-કાશ્મીરમાં બે અલગ અલગ જગ્યાઓએ એન્કાઉન્ટરમાં લશ્કરના 3 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. આતંકવાદીઓ છુપાયેલા છે તે ખબર મળતાની સાથે જ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું અને 2 જગ્યાએ એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતુ.

Tags:    

Similar News