જામનગર : સારા માર્ક્સ આપી દેવાની લાલચ આપી, આધેડ શિક્ષકે 10 વર્ષની વિદ્યાર્થીની સાથે કર્યા અડપલાં

Update: 2020-10-29 05:09 GMT

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાના પાંચ દેવડા ગામનો બનાવ. સમાજમાં શિક્ષકને માતા પિતા પછી નું ઉચ્ચ સ્તર આપવામાં આવ્યું છે અને એટલેજ તેને મા-સ્તર કહેવામાં આવે છે પણ જામનગરના કાલાવડમાં બનેલા બનાવે શિક્ષણસમાજ ને લાંછન લગાડ્યું છે અને માતા પિતા ને વિચારતા કરી મુકિયા છે.

જામનગરના કાલાવડ તાલુકાના નાના પાંચદેવડા ગામે સરકારી શાળામાં અભ્યાસ કરતી 10 વર્ષ ની સગીરાને સારા માર્ક્સ આપવાની લાલચે બોલાવી તેની સાથે શારીરીક અડપલાં કર્યા અંગેની પોલીસ ફરિયાદ નોંધાતા શિક્ષક વિરુદ્ધ પોલીસે પોક્શો ની કલમ લગાડી ગુન્હો દાખલ કરેલ છે જેને લઈ ને ચકચાર મચી જવા પામી હતી.

જામનગરના નાના એવા નાના પાંચદેવડા ગામે સગીર વિદ્યાર્થીની સાથે તેના પિતાની ઉંમરના શિક્ષક દ્વારા શારીરિક અડપલાંની પોલીસ ફરિયાદથી શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી છે અને ઠેરઠેર આ બનાવને વખોડી કાઢવામાં આવ્યો છે.

Tags:    

Similar News