જેતપુરના ભાદર 2 ડેમના ચેકડેમોમાં જામી બરફીલી ચાદર, પ્રદુષિત પાણી ઠલવાતાં ફીણ થી સર્જાયું દ્રશ્ય

Update: 2019-07-26 08:59 GMT

રાજકોટ જિલ્લા ના જેતપુર નું નામ તેના સાડી ઉદ્યોગ સાથે પ્રદુષણ માં પણ પ્રખ્યાત છે, જેતપુર ના પ્રદુષણ ના પાપી ઓ એ નદી નાળા ને પ્રદુષિત કરી મુકયા છે.

બરફીલી ચાદર છવાયેલો આ નજારો પહેલી નજરે લાગે કે કોઈ કશ્મીર કે ઉત્તર ભારતનો હશે. અને રમણીય લાગતો આ નજારો ખરેખર મનુષ્યને નુકશાન પહોંચાડતા કેમિકલ પ્રદૂષણ નો છે અને એ પણ ગુજરાતનાં રાજકોટ જિલ્લાના જેતપુરમાં આવેલ ભાદર 2 ડેમનો. જી હા, વાત છે ભાદર 2ડેમ ની, ભાદર 2 ડેમ ના ઉપરવાસ માં નાના મોટા 8 જેટલા ચેક ડેમો આવેલા છે અને આ ચેક ડેમો જેતપુર ના પ્રદુષણ ના પાપી ઓ એ પ્રદુષિત પાણી થી ભરી દીધા છે.

વરસાદની મહેરબાની થી એક તરફ નીર આવ્યા અને ક્યાંક ખેડૂત અને લોકો માટે ઉલ્લાસ લઈને આવ્યા. ખેડૂતે આસ બાંધી કે હવે આ પાણીથી ખેતી કરી શકશે અને સામાન્ય માણસને પીવા માટે પાણી ઉપલબ્ધ થશે પરંતુ માનવી ની આ ધારણા ખોટી નીવડી અને ફેક્ટરીઓ ચલાવી પૈસા રડતાં કોર્પોરેટ બાબુઓના પાપે પાણી પાણી ના રહ્યું. ફેક્ટરી ધારકોએ કેમિકલ યુક્ત પાણી આ ડેમોમાં વરસાદ શરૂ થતાની સાથે જ છોડી દેવામાં આવ્યા છે.

આ વિસ્તાર માં ચોમાસુ હજુ શરૂ થયું છે ત્યારે આ ચેક ડેમો પાણી થી છલો છલ છે, ત્યારે પ્રશ્ન થાય કે આ પાણી આ ડેમો માં આવ્યું ક્યાંથી, છેલ્લા 2દિવસ માં જ્યારે મેઘરાજા મન મૂકી ને વરસ્યા ત્યારે આ ડેમો માં વરસાદી પાણી આવ્યું અને તે સાથેજ આ પ્રદુષિત પાણી એ પોતાની જાત બતાવી અને સરધારપુર ગામ અને કેરાળી ગામ ના ચેક ડેમો માં કેમિકલ થી બનતા ફીણ ના ગોટે ગોટા હવા માં ઉડવા લાગ્યા, અને પુરે પૂરો ચેક ડેમ આ પ્રદૂષણ ના કેમિકલ વાળા પાણી થી બનેલા ફીણ ના ગોટા થી ભરાય ગયો, જાણે એવું લાગે કે બરફ ની ચાદર પથરાય ગઈ, પરંતુ ના આ તો કેમિકલ નું હદ વટાવી ગયેલ પ્રદુષણ હતું.

આ ગામો ની પ્રદુષણ ની સમસ્યા રોજે રોજ અને વર્ષો થી છે, અને અહીં ના ખેડૂતો કાયમ આ સમસ્યા નો સામનો કરે છે, ક્યારેય પીવા લાયક ના હોય તેવું આ પ્રદુષિત પાણી ને જો પશુ પણ અડકી લે તો ચામડી ઉતરવા સાથે ઘણા કિસ્સા માં મોત ને ભેટે છે, આ તામમ સમસ્યા થી તંત્ર અહીં ભેદી મૌન રાખી ને બેઠું છે.

Tags:    

Similar News