ખેડા : 13 જેટલી વૈભવી કાર સાથે એક શખ્સની ધરપકડ, મોડસ ઓપરેન્ડી જાણી આપ પણ ચોંકી ઊઠશો..!

Update: 2021-01-05 08:46 GMT

ખેડા જિલ્લાના નડીઆદ શહેરની LCB પોલીસે વર્ષની શરૂઆતમાં જ રૂપિયા એક કરોડ ઉપરાંતની આંતરરાજ્ય કાર ચોરી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જેમાં પોલીસે એક શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

નડીઆદ એલસીબી પોલીસે 2021ના નવા વર્ષના પ્રારંભે જ રૂપિયા એક કરોડ ઉપરાંતની આંતરરાજ્ય કાર ચોરી કૌભાંડનો પર્દાફાશ કરી વર્ષની પ્રથમ મોટી સફળતા મેળવી છે. સમગ્ર કૌભાંડની વિગત એવી છે કે, માતર તાલુકાના ગરમાળા ગામનો ઇમરાન પઠાણ નામનો શખ્સ અલીન્દ્રા ચોકડી પર ચોરીની ગાડીના ચેચીસ નંબર અને એન્જિન બદલી તેને વેંચી મારવાનું કૌભાંડ આચારતો હતો, ત્યારે બાતમીના આધારે LCB પોલીસે ઇમરાન પઠાણને ઝડપી પાડ્યો હતો.

Full View

જેમાં આ શખ્સ પાસેથી 2 કાર મળી આવી હતી. જોકે આ બન્ને કારના ચેચીસ નંબર અને એન્જિનમાં છેડછાડ થઇ હોવાનું પોલીસને ધ્યાનમાં આવ્યું હતું. જેથી પોલીસે આ મામલે ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપી ઇમરાન પઠાણ અન્ય શખ્સ વસીમ કુરેશીના કહેવાથી ચોરી કરેલી કારના એન્જિન અને ચેચીસ નંબર બદલીને કાર વેચી મારવાનું કબૂલ્યું હતું. જે પૈકી 4 જેટલી કાર દિલ્હી અને 3 કાર આણંદના ઈસમને વેચી દીધી હોવાનું કબુલ્યું હતું. સમગ્ર કૌભાંડમાં પોલીસે લગભગ રૂપિયા 1 કરોડ ઉપરાંતની 13 જેટલી લક્ઝુરિયસ કાર જપ્ત કરી છે, ત્યારે હાલ આ ગુન્હામાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News