મેઘમહેરના પગલે કચ્છનું કોઠારા ગામ જળબંબાકાર થઈ બન્યું સંપર્કવિહોણું

Update: 2019-08-11 10:26 GMT

કચ્છનાં અબડાસામાં મુસળધાર વરસાદના કારણે કોઠારા ગામે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.કોઠારાનો નીચાણવાળા માનપુરા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જતા જનજીવન ઠપ્પ થઈ ગયું છે.ભારે વરસાદ અને પવનને કારણે કોઠારામાં બે દિવસથી વીજ પુરવઠો તેમજ મોબાઈલ નેટવર્ક ખોરવાઈ જતા કોઠારાવાસીઓના સગા-સબંધીઓમાં ચિંતા પ્રસરી છે.

પોતાના સ્નેહીજનો સાથે સંપર્ક ન થતા લોકો સ્વયં કોઠારા પહોંચી રહ્યા છે.કોઠારા ગામ જળમગ્ન થઈ જતા નીચાણવાળા વિસ્તાર ખાલી કરાવાયા હતા.અબડાસામાં ચાલુ સીઝનમાં 23 ઇંચ વરસાદ ખાબક્યો છે.આજે પણ ઇંચ જેટલું પાણી મેઘાએ વરસાવ્યું છે.ગઈકાલે એક જ દિવસમાં 11 ઇંચ મેઘો વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાવા પામી છે.કોઠારા ગામ સંપર્કવિહોણું બની રહ્યું છે.તો એસટી સેવા સાવ ઠપ્પ થઈ ગઈ છે..

Tags:    

Similar News