કચ્છ : કમોસમી વરસાદથી ખેડૂતોનો કોળિયો છીનવાયો, ખેતીમાં ભારે નુકશાનના એંધાણ

Update: 2020-10-20 06:20 GMT

કચ્છ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી કમોસમી માવઠાનો દોર યથાવત રહ્યો છે. જેના કારણે ખેડૂતોનો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ખેતરોમાં તૈયાર પાક પર વરસાદી પાણી ફરી વળતાં ભારે નુકશાનીના એંધાણ વર્તાઇ રહ્યા છે.

કચ્છમાં ભુજ, અંજાર, અબડાસા, લખપત, નખત્રાણા, રાપર અને ભચાઉ પંથકમાં કમોસમી માવઠા થયા છે. જેમાં અંજાર તાલુકાના મથડા ગામે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ થયો હતો. જોકે ખેડૂતોએ મગફળી જમીનમાંથી કાઢીને ઢગલા કર્યા હતા. જેના પર કમોસમી વરસાદ પડતા ખેડૂતોના હાથમાં આવેલી મગફળી તથા અબોલ પશુઓનો સુકો ચારો પલળી જતા કુદરતે જગતના તાતના હાથમાંથી કોળિયો ઝૂંટવી લીધો હોવાની વાત સામે આવી છે. ખેડૂતોને થોડી ઘણી મગફળીમાં આશા હતી તેમાં પણ કમોસમી વરસાદ થવાથી ચિંતા વ્યાપી ગઈ છે.

Similar News