મહારાષ્ટ્રઃ મુંબઈ પૂણે એક્સપ્રેસ પર સર્જાયો કાર અકસ્માત, 5ના નિપજ્યાં મોત, અન્ય 5 ઘાયલ

Update: 2021-02-16 03:30 GMT

મુંબઈમાં મુંબઈ-પૂણે એક્સપ્રેસ પર ગાડીઓની એક જોરદાર ટક્કર થઈ જેમાં પાંચના મોત થઈ ગયા છે. સોમવારે રાત્રે ખોપોલી પાસે મુંબઈ-પૂણે એક્સપ્રેસ પર ઘણી ગાડીઓ પરસ્પર ટકરાઈ ગઈ. આ ભીષણ માર્ગ અકસ્માતમાં અત્યાર સુધી પાંચ લોકોના મોતના સમાચાર છે. વળી, આ દૂર્ઘટનામાં પાંચ લોકોની હાલત ગંભીર જણાવાઈ રહી છે. ઘાયલોને પાસેની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે જ્યાં તેમનો ઈલાજ ચાલુ છે. રિપોર્ટ મુજબ આ માર્ગ અકસ્માત પૂણેથી મુંબઈ તરફ જતા બોરઘાટ ઉતરતી વખતે ફૂડમાલ પાસે થયો.

મળતી માહિતી અનુશાર ઘાયલોમાંથી બેને અષ્ટવિનાયક (પનવેલ) અને અન્ય બે ઘાયલોને વાશીની મનપા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. વળી, એક અન્ય ઘાયલને પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.

પોલિસે દૂર્ઘટનામાં માર્યા ગયેલા પાંચ લોકોના શબને ખોપોલીની હોસ્પિટલમાં રાખ્યા છે. તમને જણાવી દઈએ કે આ રોડ એક્સીડન્ટ પહેલા રવિવારે મહારાષ્ટ્ર્ના જલગાંવામાં પણ એક ભીષણ માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 15 લોકોના મોત થઈ ગયા હતા.

Tags:    

Similar News