મહેસાણા: પી.એમ.મોદીના વતન વડનગરમાંથી મળ્યા 2 હજાર વર્ષ જૂના અવશેષ, જુઓ પેટાળમાં ધરબાયેલો ઇતિહાસ

Update: 2021-02-09 11:35 GMT

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ સ્થળ મહેસાણાના વડનગરમાંથી 2 હજાર વર્ષ જૂનો કોટ અને 1 હજાર વર્ષ જૂના સિક્કા સહિતના અવશેષો મળી આવ્યા છે. કેન્દ્રિય પુરાતત્વ વિભાગના ખોદકામ દરમ્યાન એતિહાસિક અવશેષો મળી આવ્યા હતા.

વડનગરના અમરથોળ નજીક જ્યાં વર્લ્ડ ક્લાસ અંડરગ્રાઉન્ડ મ્યૂઝિયમ બનવા જઈ રહ્યું છે ત્યાં કેન્દ્રીય પુરાતત્વ વિભાગ દ્વારા નગરના પેટાળમાં ધરબાયેલા ઈતિહાસને ઉજાગર કરવા ફરી ઉત્ખનન શરૂ કરાયું છે. જેમાં 2000 વર્ષ જૂનો 12 થી 14 મીટરનો કોટ મળ્યો છે. હજુ 50 મીટર જેટલો કોટ ખુલ્લો કરાયો છે. 200 મીટર સુધી કોટ ખુલ્લો કરવાનો બાકી છે. અહીંથી 1000 વર્ષ જૂના અવશેષો પણ મળી આવ્યા છે. અદભુત કહી શકાય તેવી શંખની કલાત્મક બંગડીઓ, ચાંદી, તાંબા-પિત્તળના સિક્કા, માટીના વાસણો અને મકાનો મળી આવ્યા છે. જેને લઇ સ્થાનિકોમાં કુતૂહલ સર્જાયું છે. અહીંથી મળી આવેલા મકાનો ગાયકવાડ અને સોલંકીકાળનાં છે.

ઉત્ખનન દરમિયાન એ ફલિત થાય છે કે, વડનગરમાં કોઈને કોઈ પ્રજાતિનો વસવાટ હોવો જોઈએ. જેના અવશેષો પણ મળી રહ્યા છે. પાકા રસ્તા અને નગરની ફરતે પાંચેક કિમીમાં કોટની દીવાલો પણ મળવાની શક્યતા છે. નાની ગટર પણ મળી છે. સૂત્રોએ જણાવ્યું કે, હજુ પણ વડનગરનો ઈતિહાસ પેટાળમાં ધરબાયેલો છે. જ્યાં સુધી અવશેષો મળશે ત્યાં સુધી ખોદકામ કરવાનું છે. કિંમતી અવશેષો મળવાની આશા છે.

Tags:    

Similar News