નર્મદા : વિશ્વવન ખાતે વિદેશી કલાકારોએ કરાવી પરંપરાગત નૃત્યની ઝાંખી

Update: 2020-02-25 11:18 GMT

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આફ્રિકન કલાકારોને તેમના પરંપરાગત નૃત્યની ઝાંખી કરાવી હતી.સુદાન, યુગાન્ડા અને તાન્ઝાનિયાના પરંપરાગત નૃત્યને પ્રવાસીઓએ માણ્યું હતું.

અમદાવાદના મોટેરા સ્ટેડીયમ ખાતે આયોજીત નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ઉલ્લેખ કર્યો હતો. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ખાતે રોજના 10 હજાર કરતાં વધારે પ્રવાસીઓ આવી રહયાં છે. પ્રવાસીઓને મનોરંજન મળી રહે તે માટે વિશ્વવન ખાતે લોકનૃત્યનો કાર્યક્રમ આયોજીત કરાયો હતો.સુદાન, યુગાન્ડા અને તાન્ઝાનિયાથી આવેલા કલાકારોએ તેમના પરંપરાગત નૃત્યની રજુઆત કરી હતી.

Similar News