નવરાત્રી વિશેષ: માતા ભદ્રકાળીને કેમ કહેવાય છે અમદાવાદના નગર દેવી, અહેમદશાહ બાદશાહ સાથે જોડાયેલી છે કથા

જગતજનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીમાં આજે આપણે કરીશું અમદાવાદનાં નગરદેવી ભદ્રકાળી માતાજીનાં દર્શન. આ મંદિર સાથે અનેક રોચક કથાઓ પણ જોડાયેલી છે

Update: 2022-09-29 07:23 GMT

જગતજનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીમાં આજે આપણે કરીશું અમદાવાદનાં નગરદેવી ભદ્રકાળી માતાજીનાં દર્શન. આ મંદિર સાથે અનેક રોચક કથાઓ પણ જોડાયેલી છે.

ગુજરાતમાં વાઘેલા વંશના રાજા કર્ણદેવે આશરે 13મી સદીમાં સ્થાપિત કરેલા ભદ્રકાળી માતાને અમદાવાદની નગરદેવી કહેવામાં આવે છે. અમદાવાદ શહેરમાં અને ખાસ કરીને ભદ્રના પાથરણા બજારમાં શહેરમાંથી કે બહારગામથી ખરીદી માટે આવતા લોકો આજે પણ સૌથી પહેલા મા ભદ્રકાળીના ચરણોમાં શીશ ઝુકાવવા અવશ્ય જાય છે. મુઘલ શાસકો, અહેમદશાહ બાદશાહ, મરાઠા શાસકો અને બ્રિટિશ અમલદારો પણ મા ભદ્રકાળીમાં ઊંડી આસ્થા ધરાવતા હતા. રાજા કર્ણદેવે અમદાવાદના આસા ભીલને પરાસ્ત કર્યો ત્યારબાદ સાબરમતી નદીના કિનારે કર્ણાવતી નગરી સ્થાપી. ત્યારબાદ અહેમદશાહ બાદશાહે ઈ.સ. 1411માં અમદાવાદ શહેર વસાવ્યું અને શહેરના રક્ષણ માટેનો કોટ વિસ્તૃત કર્યો. એ કોટ ભદ્રના કિલ્લા તરીકે ઓળખાયો અને કિલ્લાની રક્ષા મા ભદ્રકાળી કરે છે તેમ કહેવાય છે. મા ભદ્રકાળીનો પરચો થતાં મુઘલ સુબા આઝમખાને દર નવરાત્રિમાં માતાને ચુંદડી ચઢાવવાની પરંપરા શરૂ કરી હતી.

ભગવાન સ્વામિનારાયણ અમદાવાદ આવ્યા ત્યારે તેમણે પણ નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન કર્યા હતા અને એ વખતના પૂજારીએ સહજાનંદ સ્વામીને આપેલી માતાજીની ચુંદડી આજે પણ કાલુપુર સ્થિત સ્વામિનારાયણ મંદિરના ગોખમાં સચવાયેલી છે.હાલ નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે ત્યારે અનેક લોકો માતાજીનાં દર્શન કરી ધનયતા અનુભવી રહ્યા છે.

Tags:    

Similar News