નવરાત્રીના આઠમા નોરતે મહાગૌરી માતાને અર્પણ કરો નારિયેળના લાડુનો ભોગ, તમારી બધી મનોકામના થશે પૂર્ણ....

શારદીય નવરાત્રિ પર્વ ચાલી રહ્યો છે. નવરાત્રિ દરમિયાન માં દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.

Update: 2023-10-22 11:12 GMT

શારદીય નવરાત્રિ પર્વ ચાલી રહ્યો છે. નવરાત્રિ દરમિયાન માં દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ આઠમાં નોરતે મહાગૌરી માતાજીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ધાર્મિક વિધિ મુજબ પુજા કરવા ઉપરાંત દેવી માતાને પ્રસાદ પણ અર્પણ કરવામાં આવે છે. કહેવાય છે કે માતા મહા ગૌરીને આજે નારિયેળનો પ્રસાદ ધરાવવામાં આવે છે અથવા તો તમે નારિયેળમાંથી બનેલી કોઈ પણ વસ્તુઓનો ભોગ માતાજીને ધરી શકો છો. તો આજે આપણે બનાવીશું નારિયેળના લાડુ.. તો નોંધી લો નારિયેળના લાડુ બનાવવાની રેસેપી....

નારિયેળના લાડુ બનાવવાની સામગ્રી

· 2 કપ છીણેલું નારિયેળ

· 2 ચમચી ઘી

· 2 ચમચી બારીક સમારેલી બદામ

· 2 ચમચી સમારેલા કાજુ

· 2 ચમચી કિસમિસ

· ½ ચમચી સૂંઠ પાવડર

· ¼ ચમચી જાયફળ પાવડર

· ¾ કપ ગોળ

નારિયેળના લાડુ બનાવવાની રીત

· ગોળ અને નારિયેળના લાડુ બનાવવા માટે સૌ પ્રથમ તવાને ગરમ કરો.

· જ્યારે તે ગરમ થઈ જાય ત્યારે તેમાં છીણેલું નારિયેળ ઉમેરી 2 મિનિટ માટે શેકી લો.

· તેને લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકો ત્યાર બાદ તેને બહાર કાઢીને સાઇડમાં મૂકી દો.

· હવે એક કાઢીમાં ઘી ગરમ કરી, તેમાં ડ્રાઈફ્રૂઇટ્સ ઉમેરી ધીમી આંચ પર એક મિનિટ શેકો.

· હવે તેને એક મિનિટ પછી ગેસ પરથી ઉતારી લો.

· હવે તેમાં શેકેલું નારિયેળ, સૂંઠ પાવડર અને જાયફળ પાવડર નાખીને બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો.

· હવે તેમાં ગોળ ઉમેરીને બરાબર મિક્સ કરીને લાડુને તૈયાર કરો.

· હવે આ લાડુ મહા ગૌરીને પ્રસાદમાં ધરાવો.  

Tags:    

Similar News