નવસારી : એક જ રાતમાં 20 દુકાનોના તાળા તોડી તસ્કરોએ ફેકયો પોલીસને પડકાર

Update: 2020-03-13 13:57 GMT

નવસારી

શહેરના ગણદેવી રોડ પર એક જ રાતમાં 20 જેટલી દુકાનોમાં ચોરી થતાં પોલીસ

પેટ્રોલિંગ સામે સવાલો ઉભા થયા છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી

છે.

નવસારી ના

ગણદેવી રોડ પર આવેલા શ્રુષ્ટિ એપાર્ટમેન્ટ ઉપરાંત છાપરા રોડની દુકાનોને નિશાન

બનાવી હતી. બંને વિસ્તારમાં એક જ રાતમાં 20 જેટલી દુકાનોના શટરો ઉંચા કરી  તસ્કરો તેમાંથી રોકડ રકમ તથા માલસામાનની

ચોરી કરી ફરાર થઇ ગયાં હતાં. ચોરીની ઘટના કેટલીક દુકાનોમાં લાગેલા સીસીટીવી

કેમેરામાં કેદ થઇ ગઇ છે. એક તરફ નવસારી પોલીસ સબ સલામતના દાવા કરી રહી છે તેવામાં

એક જ રાતમાં 20 દુકાનોના તાળા

તોડી તસ્કરોએ પોલીસને પડકાર ફેંકયો હોય તેમ લાગી રહયું છે. ગણદેવી રોડ પર જ્યાં

ચોરીની ઘટના બની છે તે વિસ્તાર પોલીસ અધિક્ષક કચેરીથી માત્ર 500 મીટર જેટલો જ દૂર છે.વહેલી સવારે

વેપારીઓને ચોરીની અંગે જાણ થતાં દરેક વેપારીઓએ દુકાન તરફ દોટ મૂકી હતી. હાલ તો

પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું પગેરૂ મેળવવાની કવાયત હાથ ધરી છે.

Tags:    

Similar News