પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર રોનાલ્ડોનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

Update: 2020-10-14 04:17 GMT

પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના કારણે હવે રોનાલ્ડો નેશન્સ લીગમાં સ્વીડન સામે ફૂટબોલ ગેમ રમી શકશે નહીં.

પોર્ટુગલની નેશનલ ફૂટબોલ ટીમે પોતાના નિવેદનમાં જણાવ્યુ હતું કે, રોનાલ્ડોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને હાલ નેશનલ ટીમમાંથી રિલીઝ કરવામાં આવ્યો છે. જેથી હવે રોનાલ્ડો સ્વીડન સામેની ફૂટબોલ ગેમ રમી શકશે નહીં. હાલ તો રોનાલ્ડોની તબિયત સારી છે. જોકે તેનામાં કોઈ લક્ષણો દેખાયા નહોતા. પરંતુ પ્રોટોકોલ મુજબ હાલ રોનાલ્ડોને આઇસોલેશનમાં રાખવામાં આવ્યો છે. રોનાલ્ડોનો રિપોર્ટ પોઝિટિવ આવતા અન્ય ખેલાડીઓનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે અન્ય ખેલાડીઓનો રિપોર્ટ નેગેટિવ આવતા પોર્ટુગલની નેશનલ ફૂટબોલ ટીમે રાહત અનુભવી છે.

Tags:    

Similar News