વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે 12 વાગ્યે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે સંવાદ કરશે

Update: 2021-01-25 03:32 GMT

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે 12 વાગ્યે વીડિયો કોન્ફરન્સની મદદથી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે સંવાદ કરશે. આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાની પણ ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી બાળ પુરસ્કાર અંતર્ગત બાળ શક્તિ પુરસ્કાર, અસાધારણ યોગ્યતા અને નવીકરણ , શાળાકીય ઉલબ્ધી, ખેલકૂદ, કલા અને સંસ્કૃતિ , સામાજિક સેવા અને બહાદુરીના ક્ષેત્રે ઉત્કૃષ્ઠ ઉપલબ્ધિ બદલ પ્રદાન થાય છે.

આ વર્ષે બાળશક્તિ પુરસ્કારની વિવિધ શ્રેણીઓ હેઠળ દેશભરના 32 બાળકોની પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર -2021 માટે પસંદગી થઇ છે. કલા અને સંસ્કૃતિ ક્ષેત્ર માટે સાત, નવીકરણ ક્ષેત્ર માટે 9 અને શાળાકીય ઉપલબ્ધિ માટે પાંચ વિજેતા બાળકોને પુરસ્કાર એનાયત થશે. ત્રણ બાળકોને તેમની બહાદુરી માટે અને એક બાળકને સમાજસેવાના ક્ષેત્રમાં તેના પ્રયાસો બદલ પુરસ્કારથી નવાજવામાં આવશે.

Tags:    

Similar News