રાજકોટ : માલિયાસણ પાસે હાઇવે પર અકસ્માત, ધડાધડ 4 વાહન એક સાથે અથડાયા, 14 લોકો ઇજાગ્રસ્ત

Update: 2020-03-07 08:15 GMT

રાજકોટ અમદાવાદ પર આવેલા માલિયાસણ નજીક સવારે એક સાથે ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કાર પાછળ મિની બસ, તેની પાછળ ટ્રક અને ટ્રક પાછળ સ્લિપર કોચ ખાનગી ટ્રાવેલ્સની બસ અથડાઇ હતી. જેમાં બસના આગળના ભાગનો બૂકડો બોલી ગયો હતો, અકસ્માતને પગલે બે કલાક સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. અને તેમાં બેઠેલા 14 મુસાફરોને ઇજાઓ થઇ હતી. બસના ડ્રાઈવર તેમજ મુસાફરોને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અકસ્માતને પગલે રોડની બંને સાઇડ વાહનોની લાંબી કતારો જામી ગઇ હતી.

Tags:    

Similar News