રાજકોટ પોલીસે ચાર દિવસમાં બીજી વાર નશા ના કાળા કારોબરનો પર્દાફાશ કર્યો, 300 કિલો ગાંજા સાથે મહિલા ઝડપાઇ

Update: 2018-09-12 13:38 GMT

મહિલા પાસે આટલા મોટા પ્રમાણમાં ગાંજો ક્યાંથી આવ્યો તે દિશામાં પોલીસે શરૂ કરી તપાસ

રાજકોટનાં જંગલેશ્વર વિસ્તારમાંથી 200 કિલો કરતાં વધુ ગાંજાના જથ્થા સાથે એક મહિલાને પોલીસના હાથે ઝડપાયી છે. આ મહિલા નામચીન હોવાનું જાણવા મળ્યું છે. મહિલા પાસેથી ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો છે. પોલીસે હાલ મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

[gallery td_select_gallery_slide="slide" data-size="full" ids="64983,64984,64985,64986"]

રાજકોટ એસઓજી અને ભક્તિનગર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં મહિલાને 200 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવી છે. હાલ પોલીસે ગાંજાનો જથ્થો ક્યાંથી આવ્યો, કોને આપવાનો હતો વિવિધ મુદ્દે મહિલાની પૂછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જ જંગલેશ્વરમાંથી પોલીસે 8.32 લાખના 8 કિલો ચરસ સાથે ચાર શખ્સોની ધરપકડ કરી હતી. ત્યારે 200 કિલો સાથે મહિલાને ઝડપી પાડી છે.

રાજકોટ પોલીસે ચાર દિવસમાં બીજી વાર નશા ના કાળા કારોબરનો પર્દાફાશ કર્યો છે. ત્રણ દિવસ પૂર્વે જંગલેશ્વર માંથી ચાર જેટલા સખશો ને 8 કિલો થી વધુ ચરસ ના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. ત્યારે આજે એસોજી અને ભક્તિનગર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરાયેલ સયુંકત ઓપરેશન માં જંગલેશ્વર વિસ્તારમાં આવેલ મહાત્મા ગાંધી સોસાયટી શેરી નમ્બર 1માં રહેતી મદીના નામની મહિલા ને 300 કિલો થી વધુ ગાંજા સાથે ધરપકડ કરી છે. તો સાથે જ બે કાર પણ કબ્જે કરી છે. આટલી મોટી સંખ્યામાં પ્રથમ વાર રાજકોટ પોલીસ દ્વારા ગાંજો પકડવામાં આવ્યો છે. મદીના ની માતા અમીના થોડાક દિવસ પહેલા 1.230 કિગ્રા ગાંજા સાથે ઝડપાઇ હતી

મદીનાનો પુત્ર નશા ના કાળા કારોબારના ગુનામાં હાલ જેલમાં છે. જે હાલ જામનગર જેલમાં સજા ભોગવી રહ્યો છે.

Tags:    

Similar News