રાજકોટઃ શાળા સંચાલકે મિત્રની મદદથી મધ્યાહનભોજન સંચાલિકાની કરીતી હત્યા

Update: 2018-09-07 07:41 GMT

ગત 5 સપ્ટેમ્બરે કણકોટ મેઇન રોડ પર આવેલા શ્યામલ ચાર રસ્તા પાસેથી મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો

રાજકોટનાં કણકોટ મેઇન રોડ પર શ્યામલ ચાર રસ્તા પાસેથી ગત બુધવારે અજાણી મહિલાની લાશ મળી હતી. જેનો તાલુકા પોલીસે ભેદ ઉકેલી નાંખ્યો છે. આ મહિલા મધ્યાહન ભોજનની સંચાલિકા હોવાની ઓળખ થઈ છે. સ્કૂલના સંચાલક અને તેના મિત્રએ બદકામ માટે મહિલા તાબે ન થતાં તેને મોતને ઘાટ ઉતારી લાશ ફેંકી દીધી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે સ્કૂલના સંચાલક અને તેના મિત્રની ધરપકડ કરી બન્નેની રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

રાજકોટ રેલનગરમાં સંતોષીનગર મેઇન રોડ પર આવેલી વીર સાવરકર ટાઉનશીપમાં રહેતા હિનાબેન રાજેશભાઈ મહેતા કર્મયોગી સ્કૂલમાં મધ્યાહન ભોજન યોજનાના સંચાલિકા તરીકે ફરજ બજાવતા હતા. તેમના પતિના અવસાન બાદ બે બાળકોથી અલગ રહેતા હતા. ગત 3 સપ્ટેમ્બર બાદ તેઓ લાપતા હતા અને 5 સપ્ટેમ્બરે કણકોટ મેઇન રોડ પર આવેલા શ્યામલ ચાર રસ્તા પાસેથી તેમની લાશ મળી આવી હતી. તાલુકા પોલીસે તપાસ કરતા 3 સપ્ટેમ્બરથી લાપતા થયેલા હિનાબેન મહેતાની જ લાશ હોવાનું સ્પષ્ટ થયું હતું. હત્યા કરી લાશ ફેંકી દેવાઇ હોવાની વિગતો પણ પોલીસને જાણવા મળી હતી. ત્યારે પ્રેમી સ્કૂલ સંચાલક તેને જન્માષ્ટમીના દિવસે મેળામાં ફરવા લઇ ગયો હતો. બાદમાં તેની હત્યા કરી નાંખી હતી.

હિનાબેન ક્યાં નોકરી કરતા હતા તે વાતની પોલીસને જાણ થયા બાદ સૌ પ્રથમ ત્યાં તપાસ કરતા કર્મયોગી સ્કૂલના સંચાલક અને માયાણીનગર-1માં રહેતા શાંતિલાલ હરદાસ વિરડિયા શંકાના ઘેરામાં આવ્યા હતા. પોલીસે શાંતિલાલની આકરી પુછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો. તેણે પોલીસને સમગ્ર હકીકત જણાવી દીધી હતી. પોલીસે કર્મયોગી સ્કૂલના માલિક શાંતિલાલ વિરડિયા અને તેના મિત્ર વિજયની ખૂનના ગુનામાં ધરપકડ કરી હતી. આજે બન્નેને 10 દિવસના રિમાન્ડની માગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ ઘટના સંદર્ભે પોલીસે હિનાબેનના પુત્ર ગૌરવની ફરિયાદના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News