રાજ્યભરના માર્કેટ યાર્ડમાં આજથી ટેકાનાભાવે મગફળીની ખરીદીશરૂ; રાજકોટના ખેડૂતોએ કરાવ્યું સૌથી વધુ રજીસ્ટ્રેશન

આજે લાભ પાંચમ.દીપાવલીના શુભ તહેવારો પછી આજથી નવા વહેવારનો દિવસ. ધંધા-રોજગારને કોરોના કાળ પછી આ વખતે તેજીને ટકોરો વાગ્યો છે

Update: 2021-11-09 07:35 GMT

આજથી રાજ્યભરના માર્કેટ યાર્ડમાં મગફળીની ખરીદી શરૂ થશે ત્યારે સરકાર વીડિયોગ્રાફીની મદદ લેશે આ ઉપરાંત CCTV કેમેરાના નિરીક્ષણ હેઠળ મગફળીની ખરીદી કરશે. રાજ્ય અલગ અલગ યાર્ડમાં આ ખરીદી કરવામાં આવશે.


આજે લાભ પાંચમ.દીપાવલીના શુભ તહેવારો પછી આજથી નવા વહેવારનો દિવસ. ધંધા-રોજગારને કોરોના કાળ પછી આ વખતે તેજીને ટકોરો વાગ્યો છે આજથી રાબેતા મુજબ ધંધા-રોજગાર પૂર્વવત થશે. ત્યારે, જે ઘડીની રાહ જોવાઈ રહી છે એ ટેકાના ભાવની મગફળીની રાજ્યમાં આજથી સરકાર ખરીદ કરશે. વર્ષ 2021-22માં પ્રતિ ક્વિન્ટલ રૂ.5,550 ના ભાવે ખરીદી કરાઈ હતી. જે વર્ષ 2020-21માં પ્રતિ ક્વિન્ટલ રૂ.5,275ના ભાવે ખરીદી થઇ હતી. ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં સૌથી વધુ 57,579 રાજકોટ જિલ્લામાં નોંધણી થઇ છે. અને નોંધાયેલા ખેડૂત દીઠ 2500 કિલો મગફળી ની ખરીદી થશે રાજ્ય સરકારે છેલ્લા 2 વર્ષમાં કુલ 7.03 લાખ મેટ્રિક ટન મગફળી સરકારી ખરીદી છે તો જમીનના પ્રમાણમાં 500 કિલો બીજી વખત ખરીદીની સરકારની તૈયારી પણ છે. ટેકાના ભાવની મગફળી ની પ્રક્રિયા અંદાજે ત્રણ માસ સુધી રહી શકે છે. રાજ્યના 2.65 લાખ ખેડૂતોની મગફળીની ખરીદી કરવામાં આવશે. લાભ પાંચમે ટેકાના ભાવે મગફળીની ખરીદી ના મુહૂર્ત માટે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ જામનગર યાર્ડ ખાતે હાજર રહેશે. મગફળી ખરીદી અંતર્ગત જિલ્લામાં કલેકટર ની આગેવાનીમાં ટીમ પણ બનાવવામાં આવી છે. છેલ્લા બે વર્ષમાં કુલ 7,03,137 મેટ્રિક ટન મગફળી ની ખરીદી કરવામાં આવી છે.

Tags:    

Similar News