સ્વાદ અને આરોગ્યથી ભરપૂર શિયાળામાં ગરમાગરમ ખાઓ જુવારની ખિચડી...

વઘારેલી ખિચડી, ફાડા, બાજરીની ખિચડી આ શિયાળા દરમિયાન બનાવી શકાય છે

Update: 2023-12-27 07:40 GMT

શિયાળામાં શાકભાજી નાખીને ખીચડી ખાવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.ખાસ કરીને ખિચડીનું નામ પડે એટ્લે આપણને સિમ્પલ મગદળ અને ચોખાની ખિચડી યાદ આવે પરતું તેમાં પણ વઘારેલી ખિચડી, ફાડા, બાજરીની ખિચડી આ શિયાળા દરમિયાન બનાવી શકાય છે, તેમાં પ્રોટીન, ફાઈબર, આયર્ન, મિનરલ્સ વગેરે જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે, જે તેને હેલ્ધી ફૂડ બનાવે છે. તમે તેને લંચ કે ડિનરમાં ખાઈ શકો છો. તો જાણીએ જુવારની ખિચડીની વાનગી...

સામગ્રી :-

જુવાર - 1 કપ, મગની દાળ - અડધો કપ, ડુંગળી - 1 ઝીણી સમારેલી, ગાજર – 1, વટાણા - 1/4 કપ, કેપ્સિકમ - 1 , લીલા મરચા - 2-3, લીલા ધાણા - અડધો કપ સમારેલ, જીરું - એક ચમચી, તેલ - 2-3 ચમચી, હિંગ - એક ચપટી, દૂધ - અડધો કપ, મીઠું - સ્વાદ મુજબ

જુવારની ખિચડી બનાવવાની રીત :-

સૌથી પહેલા જુવારને આખી રાત પાણીમાં પલાળી રાખો. પછી બીજા દિવસે તેને ગાળી લો. હવે કૂકરમાં પાણી નાખી જુવાર, મૂંગ અને થોડું મીઠું નાખીને 2-4 સીટી વગાડી બાફી લો.

હવે એક બાઉલમાં બાફેલા જુવારને કાઢી લો. જો પાણી બાકી હોય તો તેને અલગ કરો. હવે એક પેનમાં તેલ ઉમેરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાં હિંગ, લીલા મરચાં, મીઠું અને શાકભાજી ઉમેરો. થોડીવાર પાકવા દો. જ્યારે શાક બફાઈ જાય ત્યારે તેમાં જુવાર ઉમેરો અને પાણી સુકાઈ ન જાય ત્યાં સુધી તેને મિક્સ કરતા રહો. જ્યારે પાણી સુકાઈ જાય, ત્યારે તેમાં દૂધ ઉમેરો અને થોડું વધુ પકાવો. હવે તેમાં લીલા ધાણા નાખીને ગેસ બંધ કરી દેવો. તેના પર ઘી નાખો, તેને ગરમા-ગરમ સર્વ કરો .

Tags:    

Similar News