રાજસ્થાન 59 રનમાં જ ઓલઆઉટ, RCB 112 રનથી જીત્યું:RRએ IPLના ઈતિહાસમાં ત્રીજો સૌથી ઓછો સ્કોર બનાવ્યો

રાજસ્થાને સતત વિકેટો ગુમાવી હતી. ટીમ તરફથી સૌથી મોટી ભાગીદારી 19 રનની હતી, જે અશ્વિન અને શિમોરન હેટમાયર વચ્ચે થઈ હતી

Update: 2023-05-14 14:24 GMT

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ગત સિઝનની ફાઈનલિસ્ટ રાજસ્થાન રોયલ્સને તેના હોમ ગ્રાઉન્ડ પર કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 112 રને પરાજય મળ્યો હતો. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં 172 રનના ટાર્ગેટને ચેઝ કરતા યજમાન ટીમ માત્ર 59 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે RCB ટેબલમાં પાંચમાં નંબર પર આવી ગયું છે. ટીમના 12 મેચ બાદ 12 પોઇન્ટ્સ થઈ ગયા છે.

172 રનના ટાર્ગેટના જવાબમાં રાજસ્થાને સતત વિકેટો ગુમાવી હતી. ટીમ તરફથી સૌથી મોટી ભાગીદારી 19 રનની હતી, જે અશ્વિન અને શિમોરન હેટમાયર વચ્ચે થઈ હતી. શિમરોન હેટમાયર (35 રન) હાઇએસ્ટ સ્કોરર રહ્યો હતો. બાકીના જો રૂટ (10 રન) સિવાય અન્ય કોઈ બેટર્સ ડબલ ફિગર પાર કરી શક્યા નહોતા.

Delete Edit

વેઇન પાર્નેલે 3 વિકેટ લીધી હતી. માઈકલ બ્રેસબેલ અને કર્ણ શર્માને બે-બે સફળતા મળી. સિરાજ અને ગ્લેન મેક્સવેલને એક-એક વિકેટ મળી હતી. રાજસ્થાનની શરૂઆત સારી રહી નહોતી. પાવરપ્લેમાં ટીમે 5 વિકેટ ગુમાવી દીધી હતી. ટીમના ટોપ-5 બેટર્સમાં કોઈ પણ 10નો આંકડો પાર કરી શક્યો નથી.

Tags:    

Similar News