ટી-20 વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાન મેચ પહેલા કેપ્ટન કોહલીએ કરી મોટી જાહેરાત

ભારતનો ટી-20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામે જીતનો રેકોર્ડ 5-0નો છે

Update: 2021-10-19 08:24 GMT

ટી-20 વર્લ્ડ કપ 2021માં 24 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાનનો મુકાબલો જોવા મળશે. જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાનને ટી-20 વર્લ્ડ કપમાં એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. ભારતનો ટી-20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામે જીતનો રેકોર્ડ 5-0નો છે. ભારત અને પાકિસ્તાનના એક જ ગ્રુપમાં હોવાથી બન્ને દેશોની વચ્ચે ફરી એક વખત મુકાબલો જોવા મળશે. પાકિસ્તાનની સામે મહામુકાબલા પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ સોમવારે સ્પષ્ટ કહી દીધુ છે કેએલ રાહુ અને રોહિત શર્મા ICC ટી-20 વર્લ્ડ કપમાં ઓપનિંગ કરશે અને તે નંબર 3 પર બેટિંગ કરશે. કોહલીએ કહ્યું કે હાલમાં જ સમાપ્ત થયેલા IPL 2021માં પંજાબ કિંગ્સના કેપ્ટને શાનદાર ફોર્મ બાદ કેએલ રાહુલથી આગળ જવું મુશ્કેલ છે.

વિરાટ કોહલીએ સોમવારે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ પ્રેક્ટિસ મેચથી પહેલા ટોસ પર કહ્યું, "આઈપીએલથી પહેલા વસ્તુઓ બધી અલગ હતી હવે ટોપ ઓર્ડર પર ફક્ત રાહુલથી આગળ જવું મુશ્કેલ છે. રાહુલ વિશ્વ સ્તરીય ખેલાડી, તે ચોક્કસ રૂપથી આગળ છે. હું 3 નંબર પર બેટિંગ કરીશ. એજ એક માત્ર ખબર છે. હું શરૂઆત કરવી શકૂ છું." આ વર્ષની શરૂઆતમાં ઈંગ્લેન્ડની વિરૂદ્ધ સીમિત ઓવરોની સીરીઝ ખતમ થયા બાદ કોહલીએ કહ્યું હતું કે તે બેટિંગની શરૂઆત કરવા માટે વિચારી રહ્યા છે.

Tags:    

Similar News