ભારતે બીજી ઇનિંગ ડિકલેર કરી, ન્યૂઝીલેન્ડને જીતવા માટે 540 રનનો લક્ષ્યાંક

મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 325 રન બનાવ્યા હતા. આ પછી ન્યૂઝીલેન્ડની ટીમ 62 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

Update: 2021-12-05 08:55 GMT

મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 325 રન બનાવ્યા હતા. આ પછી ન્યૂઝીલેન્ડની ટીમ 62 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રથમ દાવમાં 263 રનની લીડ લેવા છતાં ભારતે કીવી ટીમને ફોલોઓન આપ્યું ન હતું. ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં 276 રન બનાવ્યા હતા. ભારતે તેનો બીજો દાવ ડિકલેર કરી દીધો છે, 276ના સ્કોર પર ટીમ ઈન્ડિયાએ દાવ ડિકલેર કર્યો છે. આ સાથે ન્યુઝીલેન્ડને જીતવા માટે 540 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયા માટે અક્ષર પટેલે છેલ્લી બેટિંગ કરી હતી

ન્યુઝીલેન્ડની ટીમનો બીજો દાવ શરૂ થઈ ગયો છે. ટીમ ઈન્ડિયાને પણ પ્રથમ સફળતા મળી છે. રવિચંદ્રન અશ્વિને પોતાની બીજી જ ઓવરમાં ટોમ લાથમને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. ભારતીય ટીમ હવે આ મેચ જીતવાથી માત્ર 9 વિકેટ દૂર છે.

Tags:    

Similar News