ભારતીય મહિલા ટીમ ત્રીજી વનડેમાં ન્યુઝીલેન્ડ સામે હાર

ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર પાંચ મેચની વનડે શ્રેણી રમી રહેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ત્રીજી વનડેમાં હારનો સામનો કરવો પડ્યો છે.

Update: 2022-02-18 09:23 GMT

ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર પાંચ મેચની વનડે શ્રેણી રમી રહેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ત્રીજી વનડેમાં હારનો સામનો કરવો પડ્યો છે. મોટો સ્કોર કર્યા પછી પણ ટીમ તેનો બચાવ કરી શકી ન હતી અને આ હાર સાથે તેને શ્રેણી પણ ગુમાવવી પડી હતી. શુક્રવારે રમાયેલી ત્રીજી વનડેમાં ભારતીય ટીમે એસ મેઘના, શેફાલી વર્મા અને દીપ્તિ શર્માની અડધી સદીની મદદથી ન્યૂઝીલેન્ડ સામે જીતવા માટે 280 રનનો મજબૂત લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ ટીમ તેનો બચાવ કરી શકી ન હતી.

ન્યૂઝીલેન્ડે પાંચ બોલ બાકી રહેતાં 7 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી અને શ્રેણીમાં 3-0ની અજેય મેળવી લીધી. મહિલા ક્રિકેટના ઈતિહાસમાં આ બીજો સૌથી વધુ રન ચેઝ છે. 280 રનના ટાર્ગેટનો પીછો કરતા યજમાન ટીમે 14 રનની અંદર પોતાની બે વિકેટ ગુમાવી દીધી હતી. જોકે આ પછી એમી સેટરથવેટ (59) અને એમિલા કેર (67)એ ત્રીજી વિકેટ માટે 127 બોલમાં 103 રનની સદીની ભાગીદારી કરીને ટીમને મેચમાં પરત લાવી દીધી હતી.

Tags:    

Similar News