PM ઇમરાન ખાન સામે વિરોધના માહોલને લઇ ઓસ્ટ્રેલિયા સામેની વન ડે સિરીઝનુ સ્થળ બદલાયુ

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ બાદ હવે માત્ર ત્રણ મેચની વનડે સીરીઝ રમાવાની છે.

Update: 2022-03-18 12:26 GMT

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ બાદ હવે માત્ર ત્રણ મેચની વનડે સીરીઝ રમાવાની છે. જોકે, માર્ચના અંતમાં યોજાનારી આ શ્રેણી પર પાકિસ્તાનના રાજકીય ઉથલપાથલની અસર જોવા મળી છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધના વાતાવરણને કારણે દેશમાં રાજકીય વાતાવરણ ગરમ થયુ છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન-ઓસ્ટ્રેલિયા ODI સિરીઝની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારે સમાધાનને ટાળવા માટે શ્રેણીનું સ્થળ બદલવામાં આવ્યુ છે.

29 માર્ચથી શરૂ થનારી આ શ્રેણી હવે રાવલપિંડીના બદલે લાહોરમાં આયોજિત કરવામાં આવશે.પાકિસ્તાની સંસદમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને વર્તમાન વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે, જેના પર આવતા સપ્તાહે મતદાન થવાનું છે. ઈમરાન ખાનની સત્તાધારી પાર્ટી પીટીઆઈ 27 માર્ચે ઈસ્લામાબાદમાં એક મોટી રેલી યોજવા જઈ રહી છે, જેમાં ઈમરાનના લાખો સમર્થકો પહોંચવાની આશા છે. તે જ સમયે, તેના પહેલા 23 માર્ચે, વિરોધ પક્ષોનો મોરચો રાવલપિંડીથી ઇસ્લામાબાદ સુધી કૂચનું આયોજન કરી રહ્યું છે.

આવી સ્થિતિમાં દેશમાં રાજકીય અસ્થિરતાની સ્થિતિને કારણે ઓસ્ટ્રેલિયાના ઐતિહાસિક પ્રવાસ પર કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના કારણે વનડે સીરીઝનું સ્થળ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક મીડિયા અહેવાલ મુજબ, પાકિસ્તાની ગૃહમંત્રીએ શુક્રવારે 18 માર્ચે આ બાબતની જાહેરાત કરી છે. ભલે ઈસ્લામાબાદમાં રેલી યોજાવાની હોય, પરંતુ રાવલપિંડી ઈસ્લામાબાદને અડીને આવેલું શહેર છે, જેના કારણે સુરક્ષા માટે ખતરો માની શકાય છે. ઈસ્લામાબાદમાં 27 માર્ચે જ્યાં ઈમરાન સમર્થકોની રેલી યોજાવાની છે તે સ્થળ રાવલપિંડીમાં બંને ટીમોની હોટલથી માત્ર બે કિલોમીટર દૂર છે.

Tags:    

Similar News