T20 World Cup: પાકિસ્તાન જીતની હેટ્રિક લગાવવા મેદાને ઉતરશે; અફઘાન કરશે અપસેટ.!

Update: 2021-10-29 05:29 GMT

આઈસીસી ટી-20 વર્લ્ડ કપ 2021માં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે આજે સાંજે 7.30 વાગ્યાથી દુબઈમાં મુકાબલો રમાશે. બંને ટીમો હજી સુધી ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હારી નથી. સુપર-12ના ગ્રૂપ-2માં પાકિસ્તાને ભારત અને ન્યૂઝીલેન્ડને હરાવ્યું છે. જ્યારે અફઘાનિસ્તાને સ્કોટલેન્ડ માત આપી હતી. અફઘાનિસ્તાનની સૌથી મોટી તાકાત તેની સ્પિન બોલિંગ છે.

ગત મેચમાં રાશિદ ખાન અને મુજીબ ઉર રહમાન 9 વિકેટ ઝડપી હતી. જ્યારે કેપ્ટન નબી પણ સ્પિન બોલર છે. બેટિંગમાં ઝાઝાઈની સાથે ગુરબાઝ અને વિકેટકીપર મોહમ્મદ શેહઝાદ પર મોટી જવાબદારી રહેશે. ટીમ અપસેટ સર્જવામાં માહેલ છે. તેમણે 2016માં ચેમ્પિયન વિન્ડીઝને માત આપી હતી. જ્યારે પાકિસ્તાનની સૌથી મોટી તાકાત ઝડપી બોલર છે.ભારત વિરુદ્ધ શાહીન આફ્રિદી અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ હારિસ રઉફ જીતના હીરો હતા. બેટિંગમાં કેપ્ટન બાબર સાથે મોહમ્મદ રિઝવાન શાનદાર લયમાં છે. જોકે ટીમનો મિડલ ઓર્ડર ખાસ પ્રદર્શન કરી શક્યું નથી. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ફખર અને હફિઝ સસ્તામાં આઉટ થયા હતા. બંને ટીમો વચ્ચે અત્યારસુધી 5 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે અને તમામ પાકિસ્તાને જીતી છે. યુએઈમાં પાક. ટીમ 13 ટી-20 મેચથી અજેય છે તો બીજીબાજુ ડિફેન્ડિંગ ચેમ્પિયન વિન્ડીઝ અને બાંગ્લાદેશનો મુકાબલો બપોરના 3.30 વાગ્યાથી શરૂ થશે. બંને ટીમો પ્રથમ જીત મેળવવાના ઈરાદે મેદાનમાં ઉતરશે. વિન્ડીઝના વિસ્ફોટક બેટર્સ હજીસુધી કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા નથી.

Tags:    

Similar News