વડોદરા: કલાકારોએ પોતાની કલાના માધ્યમથી "ગુજરાત ટાઈટન્સ"ને પ્રોત્સાહિત કરવા કેવો કર્યો પ્રયાસ,જુઓ વિડીયો

આજે GT અને RR વચ્ચે મુકાબલો વડોદરાના કલાકારોએ કર્યો GTને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ અદભૂત કલાકૃતિ બનાવી

Update: 2022-05-29 10:57 GMT

IPLના મહાસંગ્રામમાં ગુજરાતની ટીમ ભવ્ય વિજય હાંસલ કરે એવા આશય સાથે અને ખેલાડીઓને પ્રોત્સાહન મળે એ હેતુથી વડોદરાના કલાકારે ખેલાડીઓની કોફી પેન્ટીનગનું નિર્માણ કર્યું છે વડોદરા શહેર કલાનગરી તરીકે ઓળખાય છે. એવામાં વડોદરાના કલાકાર ઉદય કોરડે તેમના કોફી પેઇન્ટિંગ કલા દ્વારા પ્રોત્સાહન આપતા હોય છે.એ મુજબ આ વખતે IPL જ્યારે તેના અંતિમ તબક્કામાં પહોંચી ચૂક્યું છે અને ગુજરાતની ટીમ ગુજરાત ટાઇટન્સ ખૂબ સુંદર પ્રદર્શન કરી ફાઇનલમાં પ્રવેશ કરી ચુકી છે..

ત્યારે વડોદરાના કલાકાર ઉદય કોરડે પણ કળા દ્વારા આગવી રીતે, કોફી પેઇન્ટિંગ વડે ચીયર અપ કરવાની કોશિશ કરી છે. તેમના દ્વારા ગુજરાત ટાઈટન્સના કપ્તાન હાર્દિક પંડ્યા, તેજ બોલર મોહમ્મદ શમી, સ્પિનર રાસિદ ખાન, ઓપનર બેટ્સમેન શુભમન ગિલ સહિતના ખિલાડીયોની કોફી પેઇન્ટિંગ કરવામાં આવી હતી અને ફાઇનલ માં વિજય હાંસલ કરે તેવું પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું

Tags:    

Similar News