વિરાટ કોહલીએ ગંભીર સાથેની માથાકૂટમાં BCCIને લખ્યો પત્ર, ગંભીર અને નવીન-ઉલ-હકનો પણ કર્યો બચાવ

વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે ટક્કર થઈ હતી આ ઝઘડાને કારણે વિરાટને BCCI દ્વારા 1 કરોડ 25 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો

Update: 2023-05-07 06:44 GMT

વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે ટક્કર થઈ હતી આ ઝઘડાને કારણે વિરાટને BCCI દ્વારા 1 કરોડ 25 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. તે જ સમયે, હવે વિરાટે આ સમગ્ર પ્રકરણને લઈને BCCIને એક પત્ર પણ લખ્યો છે. વિરાટ કોહલીએ આ સમગ્ર મામલે BCCIને એક પત્ર લખ્યો છે, જેમાં તેણે આટલો મોટો દંડ ફટકારવા પર નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે આ સમગ્ર મામલામાં મારી ભૂલ નથી. મને બિનજરૂરી રીતે બદનામ કરવામાં આવ્યો છે.

વિરાટે પોતાનો બચાવ કર્યો છે. આ સાથે તેણે પોતાના પત્રમાં નવીન ઉલ હક અને ગૌતમ ગંભીરનો બચાવ કર્યો છે. તેણે કહ્યું કે બંને ખેલાડીઓએ આટલી મોટી ભૂલ કરી નથી. જેટલી મોટી સજા કરવામાં આવી હતી. જણાવી દઈએ કે ગૌતમ ગંભીર પર 100 ટકા દંડ અને નવીન ઉલ હક પર 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. જણાવી દઈએ કે મેચમાં મોહમ્મદ સિરાજે નવીન-ઉલ-હકને પોતાના બાઉન્સરથી ગુસ્સે કરી દીધા હતા, જેનો ઉલ્લેખ વિરાટે પોતાના પત્રમાં કર્યો છે. જો કે વિરાટ કહોલીનો આ પત્ર હવે લાઈમલાઈટમાં છે. ત્યારે હવે આવી સ્થિતિમાં કોની પ્રતિક્રિયા આગામી દિવસોમાં સામે આવશે એ જોવાનું રહ્યું.

Tags:    

Similar News