Womens World Cup : જાણો કેમ ટીમ ઈન્ડિયાને ક્વોલિફાઈ થવામાં વધી મુશ્કેલી.

ન્યૂઝીલેન્ડમાં રમાઈ રહેલા ICC મહિલા વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમની મુશ્કેલીઓ વધી ગઈ છે. તેનું મોટું કારણ પોઈન્ટ ટેબલમાં ઈંગ્લિશ ટીમનો છે.

Update: 2022-03-24 07:29 GMT

ન્યૂઝીલેન્ડમાં રમાઈ રહેલા ICC મહિલા વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમની મુશ્કેલીઓ વધી ગઈ છે. તેનું મોટું કારણ પોઈન્ટ ટેબલમાં ઈંગ્લિશ ટીમનો છે. ગુરુવારે ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 9 વિકેટે હરાવી નેટ રન રેટમાં મોટી છલાંગ લગાવી છે જેના કારણે ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી ગઈ છે.

હવે સેમીફાઈનલમાં પહોંચવા માટે ટીમ ઈન્ડિયાએ પોતાની આગામી મેચ જીતવી પડશે. આ મેચ દક્ષિણ આફ્રિકા સામે છે જે સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. જે આસાન નહીં હોય. જો ટીમ ઈન્ડિયા હારશે તો તે આઉટ થઈ જશે. કારણ કે હાર્યા પછી પણ ઈંગ્લેન્ડની ટીમ સારા નેટ રન રેટના કારણે ક્વોલિફાઈ થઈ જશે. તેની સાથે ચોથી સેમી ફાઇનલિસ્ટ વેસ્ટ ઇન્ડિઝ હશે. જ્યારે બાંગ્લાદેશ જેવી નબળી ટીમ સામે ઈંગ્લેન્ડની છેલ્લી મેચ 27 માર્ચે છે. આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડની જીત લગભગ નિશ્ચિત છે. તે સ્થિતિમાં ટીમ ઈન્ડિયા પણ ક્વોલિફાઇ થઇ જશે જો તે દક્ષિણ આફ્રિકાને હરાવશે.

Tags:    

Similar News