વિશ્વની નંબર વન ઓસ્ટ્રે્લિયાની એશ્લી બાર્ટીએ ઓસ્ટ્રેલિયન ઓપન 2022નો ખિતાબ જીત્યો

ઓસ્ટ્રેલિયન ઓપન 2022નો ખિતાબ વિશ્વની નંબર વન ઓસ્ટ્રે્લિયાની એશ્લી બાર્ટીએ જીતી લીધો છે.

Update: 2022-01-29 11:38 GMT

ઓસ્ટ્રેલિયન ઓપન 2022નો ખિતાબ વિશ્વની નંબર વન ઓસ્ટ્રે્લિયાની એશ્લી બાર્ટીએ જીતી લીધો છે. એશ્લી બાર્ટીએ ફાઈનલમાં અમેરિકાની ડેનિયલ કોલિંસને સીધા સેટમાં હરાવીને પોતાનો ત્રીજો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીતી લીધો છે.

શનિવારે 29 જાન્યુઆરીએ રોડ લેવર એરિયામાં યોજાયેલી આ ફાઈનલમાં બાર્ટીએ કોલિંસને 6-3, 7-6થી હરાવીને પહેલી વારા ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ પોતાને નામે કરી લીધો હતો. તેની સાથે તેમણે ઈતિહાસ પણ રચી દીધો છે. તે 44 વર્ષમાં મહિલા સિંગલ્સનો ખિતાબ જીતનારી પહેલી ઓસ્ટ્રેલિયન મહિલા બની છે. આ પહેલા 1978માં ક્રિસ ઓ નીલે આ ખિતાબ જીત્યો હતો. 

Tags:    

Similar News