સુરત : બારડોલીમાં દર્દીના સ્વજનોએ એમ્બયુલન્સ ચાલકને માર્યો માર, સીસીટીવી ફુટેજ થયા વાયરલ

Update: 2020-09-27 07:03 GMT

સુરત જિલ્લાના બારડોલી ખાતે હાર્ટ એટેકના દર્દીના પરિવારજનોએ કોઇ કારણોસર એમ્બયુલન્સના ડ્રાયવરને માર માર્યો હોવાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહયો છે.

વાયરલ થયેલા વિડીયો અંગે મળતી માહિતી અનુસાર  બારડોલીના દર્દીને હાર્ટએટક આવી જતા પરિવારજનો દ્વારા દર્દીને સુરત સિટીની ગ્રીન એપલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પણ ગ્રીન એપલ હોસ્પિટલમાં હાજર તબીબોએ સારવાર માટે ના કહી દેતા તેમને આઈ હ્યુમન સેવા સંસ્થા  દ્વારા એમ્બ્યુલન્સ મારફતે  બારડોલી ખાતેની હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં. પણ દર્દીની તબિયત વધુ નાજુક જણાતા બારડોલી હોસ્પિટલના હાજર તબીબે આવી એમ્બ્યુલન્સમાં જ દર્દીને પંપીગ કરવાની શરૂઆત કરી હતી.  તે દરમ્યાન હાજર દર્દીના પરિવારજનોને ગેરસમજ થતા તેમણે  બબાલ કરી હતી અને એમ્બ્યુલન્સ ડ્રાઇવરને માર માર્યો હતો. એમ્બયુલન્સના ડ્રાયવરને માર મારવાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી અને આ વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહયો છે. 

Tags:    

Similar News