સુરત : રાત્રિના સમયે કરતાં હતા મોબાઈલ ફોનની ચોરી, ખટોદરા પોલીસે 2 આરોપીની કરી ધરપકડ

Update: 2020-10-05 08:00 GMT

સુરતમાં ખટોદરા પોલીસે બાતમીના આધારે મોબાઈલ ફોન અને ઘરફોડ ચોરીના ગુનામાં સામેલ બે ઘરફોડ ચોરને 10 મોબાઈલ ફોન સાથે ઝડપી પાડ્યા છે.

સુરત ખટોદરા પોલીસે બાતમીના આધારે મોબાઈલ ફોન અને ઘરફોડ ચોરીના ગુનામાં સામેલ આરોપી અજય ઉર્ફે અજજુ રતિલાલ ઉર્ફે મંગુ રાણા અને તેના બીજા સાગરીત જમાઈ બુઢીયા રાઠોડને ઝડપી પડ્યા છે. આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીના 10 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પોલીસે બંને આરોપીની પૂછપરછ કરતા તેમને કબૂલાત કરી હતી કે શહેરમાં રાત્રિના સમયે ઘરમાં ઘૂસીને મોબાઈલ ફોનની ચોરી કરતા હતા. છેલ્લા કેટલા સમયથી આ સિલસિલો ચાલુ હતો. આરોપીઓએ ઉધના પોલીસ સ્ટેશનમાં બે ઘરફોડ ચોરી અને ખટોદરા પોલીસ સ્ટેશનની હદમાં પણ ઘરફોડ ચોરીની કબૂલાત કરી હતી. ખટોદરા પોલીસે આરોપીઓ પાસેથી 10 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. મોબાઈલ ચોરી અને ઘરફોડ ચોરીમાં ઝડપાયેલ બંને આરોપીઓની ખટોદરા પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News