સુરત શહેરમાં ફરી મહિલા ગેંગનો આતંક યથાવત

Update: 2019-04-24 08:18 GMT

સુરતમાં કોર્પોરેટર દિનેશ કાછડિયાની મેડીકલ સ્ટોરમાં ચોરીની ઘટના બની છે ચાદર ધારી મહિલા ગેંગ મતદાનના દિવસે વહેલી સવારે ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઇ ગયી હતી આ ચોરીની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે .

સુરતમાં વરાછા વિસ્તારમાં કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડિયાની રાધે મેડીકલ સ્ટોર આવેલી છે તેઓની મેડીકલ સ્ટોરને ચાદરધારી મહિલાઓએ નિશાન બનાવી હતી આ મહિલાઓ મેડીકલ સ્ટોરમાં પ્રવેશ કરી રોકડ રકમ ચોરી કરી ફરાર થઇ ગયી હતી પરંતુ આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મહિલાઓ મેડીકલ સ્ટોરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપી રહી છે.

ઉલ્લેખનીય છે કે આ ચોરીની ઘટના મતદાનના દિવસે વહેલી સવારે બની હતી જેથી પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠવા પામ્યા છે આ અગાઉ કાછડિયાની મેડીકલ સ્ટોરમાં અસામાજિક તત્વોએ આવી તોડફોડ કરી હતી અને હવે ફરી એક વખત ચોરીની ઘટના બનતા તેઓએ પોલીસ ફરિયાદ કરી છે હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

Tags:    

Similar News