સુરત : HAL નામની ગંભીર બિમારીથી પીડાતી બાળકીને મળ્યું નવજીવન

સુરતની એક બાળકી HALની બિમારીથી પીડાતી હતી જેમાં બાળકીને ૨૭ દિવસની સારવાર બાદ બિલકુલ સ્વસ્થ થઇ છે.

Update: 2021-11-04 11:53 GMT

સુરતમાં HALની બિમારીથી પીડાતી બાળકીને 27 દિવસની સારવાર બાદ તબીબોએ સાજી કરી દીધી છે. આજકાલ બાળકોમાં ગંભીર બિમારીઓ જોવા મળી છે.

સુરતની એક બાળકી HALની બિમારીથી પીડાતી હતી. HAL બિમારીની વાત કરવામાં આવે તો હિસ્ટીડીનેમિયાએ એક દુર્લભ વારસાગત મેટાબોલિક ડિસઓર્ડર છે આ બિમારીથી પીડાતી બાળકીને અનેક દવાખાનાઓમાં સારવાર બાદ લાલ દરવાજા વિસ્તારની નાઇસ ચિલ્ડ્રન હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અહી બાળકીની સારવાર ડો. આશિષ ગોટીએ શરુ કરી હતી. જેમાં બાળકીને ૨૭ દિવસની સારવાર બાદ બિલકુલ સ્વસ્થ થઇ છે.

છેલ્લા ત્રણ સપ્તાહ ઉપરાંતથી બાળકીનો પરિવાર ચિંતામાં ગરકાવ હતો. એક તરફ દિવાળીના પર્વનો આનંદ હતો પણ આ પરિવાર પોતાની બાળકીને બચાવવા પ્રાર્થનાઓ કરી રહયો હતો. આખરે તબીબોની મહેનત રંગ લાવી હતી અને બાળકી સંપુર્ણ સાજી થઇ ચુકી છે. સામી દિવાળીએ જ સારા સમાચાર મળતાં બાળકીના સ્વજનોના ચહેરા પર સ્મિત રેલાયું છે. તેમણે નાઇસ ચિલ્ડ્રન હોસ્પિટલના તમામ સ્ટાફનો આભાર માન્યો છે.

Tags:    

Similar News