સુરત : પરિવાર સાથે સૂતેલી 2 વર્ષીય બાળકીને ઊંચકી જઈ પીંખનાર નરાધમને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

નાની બાળકીઓ ઉપર સુરતમાં છેલ્લા મહિનાઓમાં થયેલા બળાત્કારને લઇ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં કોર્ટ એક પછી એક દાખલારૂપ સજાઓ તમામને ફટકારી રહી છે.

Update: 2023-03-04 06:30 GMT

સુરતમાં દુષ્કર્મ કરનાર નરાધમો સામે કોર્ટ દ્વારા આકરા પાણીએ સજા આપવામાં આવી રહી છે, ત્યારે ગત નવેમ્બર માસમાં વેસુ વિસ્તારમાં રોડ પર સૂતેલા શ્રમિક પરિવારની 2 વર્ષની બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ આચારનાર ટ્રક ચાલકને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે, જ્યારે પીડિતાના પરિવારને રૂપિયા 9 લાખનું વળતર આપવાનો આદેશ કરવામાં આવ્યો છે.

Full View

સુરતમાં નાની બાળકીઓ ઉપર સુરતમાં છેલ્લા મહિનાઓમાં થયેલા બળાત્કારને લઇ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં કોર્ટ એક પછી એક દાખલારૂપ સજાઓ તમામને ફટકારી રહી છે. હજુ ગયા અઠવાડિયે જ કતારગામમાં સાડા 6 વર્ષની બાળકી સાથે રેપ વિથ મર્ડરના કેસમાં કોર્ટે નરાધમને ફાંસીની સજા સંભળાવી હતી, ત્યારે કોર્ટ દ્વારા વધુ એક નરાધમની સામે સજા ફટકારી. સુરદીપ બાલકિશન નામના નરાધમને કોટે અંતિમ શ્વાસ સુધીની કેદની સજા ફટકારી છે, ત્યારે જે રીતે બળાત્કારીઓને એક પછી એક સુરત કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી રહી છે. તેને લઈ બળાત્કારીઓ સામે કોર્ટ દ્વારા સકંજો કસવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. જોકે, કોર્ટ દ્વારા આ કેસમાં માત્ર 100 દિવસની અંદર ચુકાદો સંભળાવી દેવામાં આવ્યો છે. જેથી કહી શકાય કે, સુરતમાં દુષ્કર્મ આચરનાર નરાધમો સામે કોર્ટ દ્વારા આકરા પાણીએ સજા આપવામાં આવી રહી છે.

Tags:    

Similar News