સુરત : પાંડેસરામાં 10 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરનારા હેવાનને સજા-એ - મોત

આરોપી દિનેશ બૈસાણેને ફાંસીની સજાનું એલાન બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરી હતી વડાપાઉં ખવડાવવાની લાલચે કર્યુ હતું અપહરણ

Update: 2021-12-16 10:51 GMT

સુરતમાં દુષ્કર્મના કેસના આરોપીઓને એક પછી એક ફાંસીની સજા આપવામાં આવી રહી છે. આરોપી ગુડ્ડુ યાદવ બાદ અન્ય એક હેવાન દિનેશ બૈસાણેને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે.. સુરતના પાડેસરામાં ડિસેમ્બર-2020માં માત્ર 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી ઈંટોના ઘા મારી નિર્મમ હત્યા કરનારા દિનેશ બૈસાણેને સેશન્સ કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. ગત 10 ડિસેમ્બરના રોજ એડિશનલ સેશન્સ જજ એ.એન.અંજારિયાએ આરોપી દિનેશને તમામ ગુનામાં દોષી ઠેરવ્યો હતો. આજે કોર્ટે આરોપીને ફાંસીની સજાનું એલાન કર્યું છે. આખી ઘટના પર નજર નાંખવામાં આવે તો 10 વર્ષની બાળકી ગત 7મી ડીસેમ્બર 2020ના રોજ પોતાના મોટા કાકાના ઘરની બહાર રમતી હતી.

ત્યારે આરોપી દિનેશ દશરથ બૈસાણેએ તેને વડાપાંઉ ખવડાવવાની લાલચ આપી હતી નાસ્તાની લારી પર લઈ ગયો હતો. ત્યારબાદ તેને ઉધના બીઆરસી કમ્પાઉન્ડ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક સામે ઝાડીમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાળાએ પ્રતિકાર કરી આરોપીના જમણા હાથની આંગળી પર બચકું ભરી લીધું હતું. આરોપીએ ઉશ્કેરાઇ જઈને બાળકીને માથા પર ઈંટના ઉપરાછાપરી સાત ઘા મારી હત્યા કરી દીધી હતી.ઉલ્લેખનીય છે કે સુરતમાં દસ જ દિવસમાં બાળકી પર રેપ વિથ મર્ડર કેસમાં આરોપીને ફાંસીની આ બીજી ઘટના છે. સરકારી વકલી નયન સુખડવાલાએ કહ્યું હતું કે, આરોપીના ફોનમાંથી પોર્ન વીડિયો ક્લિપ પણ મળી આવી હતી. બાળકીના શરીર પરથી 49-49 જેટલા ઈજાના નિશાન પણ મળી આવ્યાં હતાં. કોર્ટે એ નોંધ્યું હતું કે, આરોપીએ બેરહેમીપૂર્વક દુષ્કર્મ ગુજારી હત્યા કરી છે.

Tags:    

Similar News