સુરતના કામરેજ નજીક ટ્રકની અડફેટે આવી જતાં બે દીપડાઓના મોત..

કામરેજ નેશનલ હાઈવે ઉપર દીપડાને ટ્રક અડફેટે લેતા બે દીપડાના મોત નીપજ્યાની ઘટના સામે આવી

Update: 2022-01-20 07:43 GMT

સુરત જિલ્લાના કામરેજ નજીક નેશનલ હાઇવે ઉપર 2 દીપડા મૃત હાલતમાં પડેલા જોવા મળ્યા હતા. દીપડાના મૃતદેહને જોતા નેશનલ હાઈવે ઉપર જ દીપડાઓને ગંભીર ઇજા થઇ હોય તેના પરથી અનુમાન કરવામાં આવી રહ્યું છે કે, ટ્રક દ્વારા તેને અડફેટમાં લેવાયા હતા અને ત્યાર બાદ તેમનું મોત નીપજ્યું છે

કામરેજ નેશનલ હાઈવે ઉપર દીપડાને ટ્રક અડફેટે લેતા બે દીપડાનું મોત નીપજ્યાની ઘટના સામે આવતાની સાથે જ વનવિભાગ અને સ્થાનિક પોલીસ તંત્રે તપાસ શરૂ કરી છે. વનવિભાગના અધિકારીઓ દ્વારા સમગ્ર ઘટનાને લઇને સ્થાનિકો સાથે પણ વાતચીત કરવામાં આવી રહી છે, તેમ જ અકસ્માત થયા હોવાની બાબતને ધ્યાને રાખીને પોલીસ દ્વારા પણ જે વાહન દ્વારા અકસ્માત કરવામાં આવ્યો છે. તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.સુરત જિલ્લામાં તાજેતરમાં જ દીપડા ઘલાથી બૌધાન રોડ પર લટાર મારતો વીડિયોમાં જોવા મળતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. બે જેટલા દીપડા વીડિયોમાં પણ દેખાતા હતા અને ખૂબ જ કદાવર અને ખૂંખાર હોય તે પ્રકારના દ્રશ્યો જોતાં લોકો સ્વાભાવિક રીતે જ ડરતા હતા અને ખાસ કરીને દીપડાઓ શેરડીના ખેતરમાં ખૂબ જ સરળતાથી સમાઈ જતા હોય છે. જેના કારણે ખેડૂતોમાં ભય જોવા મળી રહ્યો હતો.

Tags:    

Similar News