સુરત: પરેશ રાવલે ભાજપની પ્રચાર સભામાં આલાપ્યો હિન્દુત્વનો રાગ, કોંગ્રેસ અને આપ પર કર્યા આકરા પ્રહાર

સુરત ખાતે અભિનેતા અને ભાજપના નેતા પરેશ રાવલે સુરત પૂર્વ બેઠક પર જાહેર સભા સંબોધી વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા

Update: 2022-11-29 08:37 GMT

સુરત ખાતે અભિનેતા અને ભાજપના નેતા પરેશ રાવલે સુરત પૂર્વ બેઠક પર જાહેર સભા સંબોધી વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા

સુરત પૂર્વ બેઠકના પ્રચાર માટે ભાજપના સ્ટાર પ્રચારક પરેશ રાવલને મેદાને ઉતાર્યા હતા. પરેશ રાવલે હિન્દુત્વના મુદ્દાને આગળ કરી કોંગ્રેસ અને આપને બેફામ રીતે આડે હાથ લીધા હતા. બંને પાર્ટીને સખત હિન્દુવિરોધી ગણાવી હતી. પરેશ રાવલે હિન્દુત્વના મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને આડે હાથ લીધા હતા. જાહેર મંચ પરથી જણાવ્યું કે અત્યાર સુધી હિન્દુ દેખાયા નહીં ને હવે ભાજપને જોઈ કોંગ્રેસને હિન્દુ યાદ આવી રહ્યા છે. તેમના પક્ષના રાષ્ટ્રીય નેતા પ્રખર હિન્દુ હોવાનો ડોહળ કરી રહ્યા છે. પરેશ રાવલે જણાવ્યું હતું કે આજકાલ સાપોલિયાની જેમ નીકળી આવેલી અને મફત આપવાની સાવ જુઠ્ઠી વાતો કરી રહેલી આમ આદમી પાર્ટી શું તેના ખિસ્સામાંથી બધું આપે છે, ઘરના વાસણ વેચીને બધું આપવાની છે. દરેક વાતમાં બસ જૂઠું જ બોલવાનું. દિલ્હીમાં આજ સરકાર વકફ બોર્ડમાં કરોડો અબજો રૂપિયા દાન આપે છે.

Tags:    

Similar News