સુરત : ઓલપાડના ડભારી દરિયા કિનારેથી પોલીસને મળી આવ્યું રૂ. 13.56 લાખનું ડ્રગ્સ...

શહેરના ઓલપાડ વિસ્તારના ડભારી દરિયા કિનારેથી પોલીસને બિનવારસી હાલતમાં રહેલો 9 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે

Update: 2023-09-12 12:03 GMT

સુરત શહેરના ઓલપાડ વિસ્તારના ડભારી દરિયા કિનારેથી પોલીસને બિનવારસી હાલતમાં રહેલો 9 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે, ત્યારે અંદાજે રૂ. 13.56 લાખની કિંમતના ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સુરત શહેર અને જિલ્લામાંથી અવાર-નવાર ડ્રગ્સ અને ચરસના જથ્થા સાથે ઇસમોને ઝડપી પાડી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે સુરતના ઓલપાડ સ્થિત ડભારી દરિયા કિનારેથી ચરસનો જથ્થો મળી આવ્યો છે. ઓલપાડના ડભારી દરિયા કિનારે આવેલા ખોડીયાર માતાના મંદિર નજીક એક મીણીયા કોથળામાંથી 9 પેકેટ ડ્રગ્સ મળી આવ્યું હતું. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. પોલીસે FSLની મદદથી તપાસ કરતા આ પ્રતિબંધિત ડ્રગ્સ હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે રૂ. 13.56 લાખની કિમતનું 9 કિલો અને 40 ગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું છે. જોકે, આ ડ્રગ્સનો જથ્થો પાણીમાં તણાઈને આવ્યો છે કે, પછી અહિયાં કોઈએ સંતાડી રાખ્યો છે. તે બાબતે પણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Tags:    

Similar News