ફિલ્મ “છીછોરે”માં આત્મહત્યા નહીં કરવાની પ્રેરણા આપનાર સુશાંતે કરી “આત્મહત્યા”

Update: 2020-06-14 12:21 GMT

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પર ફિલ્મ ઉદ્યોગ ચોંકી ઉઠ્યું છે. કોઈને યકીન નથી થય રહ્યું કે આવા ઉર્જાવાન કલાકારે આત્મહત્યા કરી છે. મુંબઈ થી લઈને દિલ્લી સુધી અને દેશ વિદેશમાં ફેલાયેલા સુશાંત સિંહ રાજપૂતના ચાહકો માટે રવિવારે બપોર આવેલી આ ખબર હેરાન કરનારી છે.

બોલીવુડ જગતમાં થી તાજેતરમાં આવેલી ખબરે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. 'એમ.એસ. ધોની' અને 'છીછોરે' જેવી ફિલ્મોમાં અભિનય કરીને લોકોનું દિલ જીતનારા સુશાંત સિંહ રાજપૂતે મુંબઈમાં પોતાના ઘરે ફાંસી લગાવી આપઘાત કરી લીધો. આત્મહત્યા પાછળ હજી સુધી કોઈ કારણ જાણી શકાયું નથી. સુશાંત સિંહ રાજપૂતના આ પગલાએ બોલિવૂડથી લઈને સામાન્ય લોકો સુધી સૌ કોઈને હેરાનીમાં મૂકી દીધા છે. રિતેશ દેશમુખ, અરમાન મલિક, એજાઝ ખાન, મીરા ચોપડા, આફતાબ શિવદાસાની જેવા ઘણા કલાકારોએ સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા અંગે ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો છે.

રિતેશ દેશમુખે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા અંગે ટ્વીટ કરીને લખ્યું છે કે, "આશ્ચર્ય થયું. સુશાંત સિંહ રાજપૂત હવે નથી. ખૂબ જ દુ:ખદ." બીજી તરફ, મીરા રાજપૂતે કહ્યું કે હું આ વસ્તુ પર બિલકુલ વિશ્વાસ કરી શકતી નથી. સુશાંત સિંહ રાજપૂતના આ પગલાથી ચોંકી ઉઠતા તેમણે લખ્યું કે, "હું માનીશ નહીં કે તેણે આત્મહત્યા કરી. આ સુશાંત હોઈ શકે નહીં." આ સાથે જ હિના ખાને સુશાંત સિંહ રાજપૂત વિશે પોતાની ટ્વિટમાં કહ્યું હતું કે આ વાત સાચી નહીં થઈ શકે. તેમણે લખ્યું, "હું તેના પર વિશ્વાસ કરી શકતી નથી. આ સાચું હોઈ શકે નહીં."

સુશાંતસિંહ રાજપૂતનાં નિધને દરેકને અચંબામાં મૂકી દીધા છે. અભિનેતાના આ પગલા પર આફતાબ શિવદેસાનીએ ટ્વીટ કર્યું, "ના સુશાંત, ખૂબ જ ચોંકાવનારા સમાચાર. ખૂબ, ખૂબ જ દુખદ, કેમ? કેમ આવા સુંદર અને યુવાન જીવનનો અંત? ખૂબ જ હૃદય તોડનાર."

ટચૂકડા પડદાથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનારા સુશાંતે ઝી ટીવીની સિરિયલ પવિત્ર રિશ્તા નામની સિરિયલથી નામના મેળવી હતી. આ દરમિયાન સિરિયલની કોસ્ટાર અંકિતા લોખંડે સાથેનો અફેર ખૂબ ચર્ચામાં રહ્યો હતો. લાંબા બાદ બંને વચ્ચે બ્રેકપ થયું હતું. જો કે, સુશાંત સિંહ રાજપૂત પોતાના જીવનમાં આગળ વહ્યો અને 70 એમએમ ના પડદા પર કિસ્મત આજમાવ્યું અને મોટી સફળતા મેળવી. ‘કાઇ પો છે” ફિલ્મથી શરૂઆત કરી, શુદ્ધ દેશી રોમાન્સ, કેદારનાથ, છીછોરે તેમજ આમિર ખાન સાથેની પીકે ફિલ્મમાં અભિનયથી લોકોના દિલોમાં જગ્યા બનાવી હતી. મહેન્દ્ર સિંઘ ધોનીની બાયોપિક એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરીમાં અભિનયના ઓજસથી ખૂબ ખ્યાતિ મેળવી હતી. સુશાંત સિંહને કાઇ પો છે ફિલ્મ માટે ફિલ્મ ફેર એવોર્ડ પણ મળી ચૂક્યો છે. બોલીવુડમાં પોતાની જગ્યા બનાવનાર સિતારાએ અચાનક દુનિયાને અલવિદા કહી દેતા બોલીવુડ જગત તેમજ ફેંસમાં નિરાશા વ્યાપી ગઈ છે. કોઈ પણ વિશ્વાસ કરવા તૈયાર નથી. સુશાંત સિહ રાજપૂતે માત્ર 34 વર્ષની ઉંમરમાં આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું.21 જાન્યુઆરી 1986 ના બિહારના પટનામાં જન્મ લેનાર યુવા અભિનતાએ અંગત કારણોસર 14 જાન્યુઆરી 2020ના રોજ આપઘાત કરી દુનિયાને અલવિદા કહ્યું. ફિલ્મ છીછોરેમાં આત્મહત્યા નહીં કરવાની પ્રેરણા આપતો કિરદાર નિભાવનાર સુશાંત સિંહે પોતે આપઘાત કરી અંતિમ શ્વાસ લીધા હતા.

Tags:    

Similar News