વ્હોટ્સએપ બિઝનેસ એપ અપડેટ, હવે તમે એપથી જ ખરીદી કરી શકશો.!

મેટા-માલિકી ધરાવતી WhatsAppએ તેની બિઝનેસ એપ્લિકેશન માટે એક મુખ્ય અપડેટ બહાર પાડ્યું છે.

Update: 2022-11-19 06:09 GMT

મેટા-માલિકી ધરાવતી WhatsAppએ તેની બિઝનેસ એપ્લિકેશન માટે એક મુખ્ય અપડેટ બહાર પાડ્યું છે. વ્હોટ્સએપ બિઝનેસ એપના યુઝર્સ હવે એપમાં કંઈપણ શોધી શકશે અને એપમાંથી જ સીધું ખરીદી કરી શકશે. હવે વ્હોટ્સએપ બિઝનેસ એપમાં બ્રાન્ડ અથવા બિઝનેસ શોધી શકાય છે. જો કે આ સુવિધા હાલમાં માત્ર બ્રાઝિલ, કોલંબિયા, ઇન્ડોનેશિયા, મેક્સિકો અને યુકેમાં ઉપલબ્ધ છે. ભારતના યુઝર્સે હવે રાહ જોવી પડશે.

વોટ્સએપે આ ફીચરને લઈને એક બ્લોગ પણ શેર કર્યો છે, જેમાં ફીચર્સ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે. નવા અપડેટ પછી, તમે ફક્ત તેના WhatsApp પ્રોફાઇલ પર આપેલા નંબરથી કંપની અથવા બ્રાન્ડનો સંપર્ક કરી શકશો. આ સિવાય તમે એપમાં જ સર્ચ કરીને કોઈપણ કંપનીનો સંપર્ક કરી શકશો.

નવા અપડેટ બાદ WhatsApp Business એપ ઈ-કોમર્સ સાઇટ જેવી બની જશે. કંઈપણ ખરીદવા માટે તમારે કોઈ અન્ય વેબસાઈટની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં. તમે એપમાંથી જ સીધો કોઈપણ વસ્તુનો ઓર્ડર આપી શકશો. WhatsAppનું આ ફીચર મોટાભાગે JioMartના મોડલ પર આધારિત છે.

વ્હોટ્સએપે કહ્યું છે કે બિઝનેસ એપમાં પણ યુઝર્સની સુરક્ષા અને ગોપનીયતા અકબંધ રહેશે. આ સિવાય વ્હોટ્સએપમાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવાનો વિકલ્પ પણ આવ્યો છે. વોટ્સએપના નવા અપડેટથી ખાસ કરીને એવા લોકોને ફાયદો થશે જેમની પાસે પોતાની બ્રાન્ડની વેબસાઈટ નથી.

Tags:    

Similar News