વડોદરા : શહેરના 28મા મેયર તરીકે કેયુર રોકડીયા, ડેપ્યુટી મેયર નંદાબેન જોષી

Update: 2021-03-10 11:02 GMT

અમદાવાદ, ભાવનગર બાદ વડોદરામાં પણ મેયર સહિતના હોદેદારોની જાહેરાત કરાય છે. વડોદરાના મેયર તરીકે કેયુર રોકડીયા અને ડેપ્યુટી મેયર તરીકે નંદાબેન જોષીની વરણી કરાય છે.

વડોદરા મહાનગર સેવાસદનમાં મેયર અને ડેપ્યુટી મેયરની વરણી માટેની બેઠક ગાંધીનગર ગૃહમાં મળી હતી. બેઠકમાં 75 ભાજપ અને કોંગ્રેસના મળી 75 કોર્પોરેટર હાજર રહયાં હતાં. મોવડી મંડળમાંથી મેયર તરીકે કેયુર રોકડીયા અને ડેપ્યુટી મેયર તરીકે નંદાબેન જોષીના નામો આવ્યાં હતાં. આમ શહેરના 28મા મેયર તરીકે કેયુર રોકડીયા નિયુકતિ પામ્યાં છે.

વડોદરા મહાનગરપાલિકાની ચુંટણીમાં ભાજપને બહુમતી મળી છે. નવા વરાયેલા મેયરે આગામી દિવસોમા઼ સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણી પણ ભાર મુકાશે તેમ જણાવ્યું હતું. કોંગ્રેસના કાઉન્સિલર અમી રાવતે જણાવ્યું હતું કે વડોદરા શહેરના વિકાસ માટે પ્રજા એ આપણા ને જ જે જવાબદારી સોંપી છે તે જવાબદારી પુરી કરવામાં આપણે સૌ ખરા ઉતરીએ તેમજ પાણી, સેનિટેશન અને સ્ટ્રીટ વેન્ડર પોલીસી જેવા કામો ઝડપથી થાય તેવી અપેક્ષા રાખું છું.

કોંગ્રેસના અન્ય કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે શહેરનો સર્વાંગી વિકાસ થાય તે માટે અમો હંમેશા સાથે રહીશું.પરંતુ ખોટા કામમાં કાયદાકીય લડત આપવા ખચકાઇશું નહિ. તમામ કોર્પોરેટરોએ નવા વરાયેલા હોદેદારોને અભિનંદન આપ્યાં હતાં. નવા વરાયેલાં હોદેદારો ગાંધીનગરગૃહથી મનપાની કચેરીએ પહોંચ્યાં ત્યારે તેમનું બેન્ડવાજા સાથે વાજતે ગાજતે સ્વાગત કરાયું હતું.

Tags:    

Similar News