વડોદરા : કોવીડના દર્દીને લઇ જતી એમ્બયુલન્સને લોકોએ રોકી, જુઓ પછી શું થયું

Update: 2020-07-26 08:51 GMT

વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાંથી પસાર થઇ રહેલી કોવીડના દર્દીને લઇ જતી એમ્બયુલન્સને સ્થાનિક રહીશોએ અટકાવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો પણ રહીશોનું પોલીસ સાથે પણ ઘર્ષણ થયું હતું.

સંસ્કારી નગરી વડોદરામાં ગતરોજ કોવીડના દર્દીને લઇ જતી એમ્બયુલન્સ સોસાયટીમાંથી પસાર થતી વેળા વિવાદ થયો હતો. આ ઘટના શહેરના પોશ ગણાતાં અલકાપુરી વિસ્તારમાં બની હતી. વડોદરા શહેરમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધી રહી હોવાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે અને લોકો સલામતીના પગલાં ભરવામાં કોઇ કસર બાકી રાખી રહયાં નથી. અલકાપુરી વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાંથી કોવીડના દર્દીને લઇને એમ્બયુલન્સ પસાર થઇ રહી હતી. દર્દીને લઇ જવા માટે મુખ્ય ગેટ ખોલવાનો આગ્રહ કરવામાં આવતાં મામલો બિચકયો હતો. સોસાયટીના રહીશો ભેગા થઇ ગયાં હતાં અને એમ્બયુલન્સને અટકાવી દીધી હતી. ઘટના બાદ પોલીસ કાફલો દોડી આવ્યો હતો પણ સ્થાનિક રહીશો પોલીસ સાથે પણ ઘર્ષણમાં ઉતરી ગયાં હતાં. લાંબા સમય સુધી ચાલેલી રકઝક બાદ આખરે પોલીસે સોસાયટીના 25થી વધારે રહીશોની અટકાયત કરી મામલો થાળે પાડયો હતો. 

Tags:    

Similar News