વડોદરા: સસ્તાં ભાવે સોનું આપવાની લાલચે 72 લાખની ઠગાઇ કરનાર આરોપી ઝડપાયો, હિન્દુ નામ રાખી ડાકોરમાં છુપાયો હતો

દિલ્હીના એક વેપારીને વડોદરા બોલાવી તેની પાસેથી 72 લાખ રૂપિયા વિક્કી ઉર્ફે ઇલિયાસ અજમેરીએ પડાવી લીધા હતા

Update: 2022-04-09 07:28 GMT

દિલ્હીના વેપારીને સસ્તા ભાવે સોનું આપવાની લાલચે 72 લાખની ઠગાઇ કરનાર મુખ્ય આરોપીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ડાકોરથી ઝડપી લીધો છે. આરોપી મુસ્લિમ હોવાથી પકડાઇ ન જાય એ માટે પોલીસથી બચવા હિન્દુ ધાર્મિક સ્થળ ધરાવતા ડાકોરમાં હિન્દુ નામ રાહુલ ધારણ કરીને રહેતો હતો સસ્તા ભાવે સોનુ આપવાની લાલચે દિલ્હીના એક વેપારીને વડોદરા બોલાવી તેની પાસેથી 72 લાખ રૂપિયા વિક્કી ઉર્ફે ઇલિયાસ અજમેરીએ પડાવી લીધા હતા અને ત્યારબાદ તેને સોનુ આપવાના બદલે ધક્કા ખવડાવ્યા હતા.

તેમજ વેપારીને રૂપિયા લેવા ભૂજના અલીમામદ પાસે મોકલતા અલિમામલદે વેપારીને ધમકી આપી ખંડણી માંગી હતી.આ મામલે વેપારીએ પોલીસ ફરિયાદ કરતા વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ કેસની તપાસ હાથ ધરવામાં આવી હતી . જેમાં પહેલા ભૂજના અલીમામદ નુરમામદ સોઢાની ધરપકડ કરવામાં આવી હતી.ત્યારબાદ અન્ય આરોપીઓ પણ ઝડપાયા હતા.પોલીસને માહિતી મળી હતી કે આ કેસનો મુખ્ય આરોપી વિક્કી ઉર્ફે ઇલિયાસ અજમેરી ડાકોર ખાતે બસ સ્ટેશન પાસે આવેલ બિલ્ડિંગમાં રહે છે .

જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની અલગ - અલગ ટીમો બનાવી ગુરૂવાર રાત્રે ડાકોર જઇ તપાસ કરતા વિક્કી તે ઘરમાંથી મળી આવ્યો હતો . જ્યાં તપાસ કરતા અન્ય લોકો સાથે છેતરપિંડી કરવા માટે ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલ 100 , 200 અને 500 ના દરના 64 બંડલ તેમજ સોના જેવી ધાતુના પીળા કલરના લંબચોરસ 6 નંગ બિસ્કિટ મળી આવ્યા છે . ઇલિયાસની પૂછપરછ દરમિયાન તેણે ક્રાઇમ બ્રાન્ચને જણાવ્યું હતું કે , પોલીસ કાર્યવાહીથી વાકેફ હોવાથી અને તે મુસ્લિમ હોવાથી સગાવ્હાલા તેમજ મુસ્લિમ ધાર્મિક સ્થળોવાળા શહેરોમાં હોવાનું માની પોલીસ એ તરફ શોધખોળ કરશે તેવું માનતો હોવાથી તે પોતાની ઓળખ છૂપાવી હિન્દુ નામ રાહુલ ધારણ કરી હિન્દુ ધાર્મિક સ્થળવાળા શહેર ડાકોર ખાતે બસ સ્ટેન્ડ પાસેના બિલ્ડિંગમાં રહેતો હતો.

Tags:    

Similar News