અસિત વોરાના રાજીનામા સિવાય કોંગ્રેસને કઇ ખપતું નથી, વડોદરામાં દેખાવો

રાજયમાં લેવાયેલી હેડ કર્લાકની પરીક્ષા ભલે રદ કરી દેવામાં આવી હોય પણ ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળના અધ્યક્ષ અસિત વોરાના રાજીનામાની માંગ પ્રબળ બની રહી છે.

Update: 2021-12-22 11:36 GMT

રાજયમાં લેવાયેલી હેડ કર્લાકની પરીક્ષા ભલે રદ કરી દેવામાં આવી હોય પણ ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળના અધ્યક્ષ અસિત વોરાના રાજીનામાની માંગ પ્રબળ બની રહી છે. વડોદરામાં કોંગ્રેસના કાર્યકરોએ અસિત વોરાના રાજીનામાની માંગ સાથે દેખાવો યોજયાં હતાં.

હેડ કલાર્કની પરીક્ષાનું પેપર લીક થવાનો મામલો હવે તુલ પકડી રહયો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હજારો યુવાનોના ભવિષ્ય સાથે થયેલાં ખીલવાડ માટે ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળના અધ્યક્ષ અસિત વોરાને જવાબદાર ગણી રહયાં છે. વિપક્ષોએ પેપર લીકના મુદ્દે સરકારને બરાબર ઘેરી રહયાં છે. વડોદરામાં કોંગ્રેસના આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, કાઉન્સીલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો હાજર રહયાં હતાં.

Tags:    

Similar News