કુબેર ભંડારી મંદિરમાં શ્રદ્ધાળુઓ પાસેથી પૈસા ઉઘરાવતા 3 નકલી વ્યંઢળ ઝડપાયા,અસલી વ્યંઢળોએ અર્ઘનગ્ન કરી માર્યો માર,જુઓ વિડીયો

Update: 2022-02-02 12:29 GMT

પોષ વદ અમાસ નિમિત્તે તીર્થધામ કરનાળીના કુબેર ભંડારી મંદિર ખાતે વ્યંઢળના વેશમાં શ્રદ્ધાળુઓ પાસેથી પૈસાનું ઉઘરાણુ કરતા ત્રણ નકલી વ્યંઢળોને વડોદરા બરાનપુરા વ્યંઢળ સમાજે ઝડપી પાડીને અર્ધનગ્ન કરીને માર માર્યો હતો અને ચાંદોદ પોલીસને હવાલે કર્યાં હતા. મંગળવારના રોજ પોષ વદ અમાવાસ્યા હોઈ, ડભોઇ તાલુકાના તીર્થધામ કરનાળીનું શ્રી કુબેર ભંડારી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રાખવામાં આવ્યું હતું, ત્યારે સાંજના સમયે કેટલાક વ્યંઢળો મંદિરમાં આવન-જાવન કરી રહેલા શ્રદ્ધાળુઓ પાસેથી પૈસાનું ઉઘરાણું કરતા હોવાની જાણ વડોદરા બરાનપુરાના વ્યંઢળ સમાજના પ્રમુખ અંજના માસીને થઈ હતી, જેથી તેઓ તાબડતોબ મંડળના અન્ય સભ્યો સાથે વડોદરાથી કરનાળીના શ્રી કુબેર ભંડારી મંદિર ખાતે આવી પહોંચ્યા હતા

Full View

અને આ ત્રણેય વ્યંઢળની કડકાઇથી પૂછપરછ કરી હતી. એમાં આ ત્રણેય પુરુષ વ્યંઢળના વેશમાં બહુરૂપિયા હોવાનું માલૂમ પડ્યું હતું. આ રીતે વ્યંઢળનો નકલી વેશ ધારણ કરી શ્રદ્ધાળુઓ પાસેથી પૈસા પડાવવાનું કામ કરી વ્યંઢળ સમાજનું નામ બદનામ કરતાં ત્રણેય પુરુષ (1) સુજિત સંજયભાઈ માલ (ઉં.21) રહે. ભાંડુપ-શ્યામનગર ઇસ્ટ મુંબઈ (2) નજીબુલ હબીબુલ મુલ્લા (ઉં.23) રહે. ભાંડુપ શ્યામનગર ઇસ્ટ મુંબઇ અને (3) કમલા સૂરજભાઈ માલી, રહે. શ્યામ નગર ઝૂંપડપટ્ટી, સાવરકર રોડ જિ-મુંબઈ શુબુરબાનને વ્યંઢળ સમાજના પ્રમુખ અંજના માસી સહિતના સભ્યોએ મેથીપાક ચખાડી ચાંદોદ પોલીસને હવાલે કર્યા હતા. ચાંદોદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.આર. ચૌહાણે ત્રણેય નકલી વ્યંઢળોને ફરિયાદના આધારે જેલ હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News