જીવ તાળવે ચોંટી જાય તેવો અકસ્માતનો “LIVE” વિડિયો, વડોદરા-ફાજલપુર નજીક બાઇક સવાર યુવક કાર સાથે ભટકાતાં મોત...

વડોદરા નજીક આવેલા પોર-કાયાવરોહણ રોડ ઉપર સાપની જેમ બાઇક ચલાવીને ઘર તરફ આવી રહેલો યુવાન સામેથી આવતી કારમાં ભટકાતા હવામાં ફાંગોળાઈને પટકાતાં તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

Update: 2024-01-17 08:43 GMT

વડોદરા નજીક આવેલા પોર-કાયાવરોહણ રોડ ઉપર સાપની જેમ બાઇક ચલાવીને ઘર તરફ આવી રહેલો યુવાન સામેથી આવતી કારમાં ભટકાતા હવામાં ફાંગોળાઈને પટકાતાં તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં બાલાજી પાર્ટી પ્લોટ પાસે આવેલા ચંચળબા નગરમાં રહેતા 36 વર્ષીય અનિલ ગાંધી વહેલી સવારે મોટર સાઇકલ લઇને કાયાવરોહણ લકુલેશ મહાદેવના દર્શન કરવા માટે ગયા હતા. અનિલ ગાંધી દર્શન કરીને પુરપાટ ઝડપે વડોદરા તરફ આવી રહ્યા હતા, ત્યારે તે પોતાની આગળ ચાલતા વાહનોને ઓવર ટેક કરીને આગળ વધી રહ્યા હતા, જ્યાં કાયાવરોહણ-પોરના સીંગલ રોડ પર અનિલ ગાંધી સાપની જેમ પોતાની બાઇક ચલાવી રહ્યો હતો. તેને પોતાની આગળ જતી એક કારને ઓવર ટેક કરી આગળ નિકળ્યો હતો, ત્યારે ગફલતભરી રીતે બાઇક ચલાવતા યુવકનો કારના ચાલકે વિડીયો ઉતારવાનું શરૂ કર્યો હતો. કાર ચાલકે લગભગ એક કિલો મીટર જેટલા અંતરનો બેફામ બાઇક ચલાવતા અનિલ ગાંધીનો વિડિયો ઉતાર્યો હતો, ત્યારે ફાજલપુર ગામના પાટીયા નજીક બાઇક ચાલક રોંગ સાઇડ પર બાઇક દોડાવતા સામેથી આવતી કાર સાથે પ્રચંડ ધડાકાભેર ભટકાઇને હવામાં ફંગોળાયો હતો. જેમાં ભયંકર રીતે રોડ ઉપર પટકાતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, ત્યારે લોકોના જીવ તાળવે ચોંટી જાય તેવો આ ઘટનાનો લાઈવ વિડિયો પણ સામે આવ્યો છે. તો બીજી તરફ, વરણામા પોલીસે યુવકના મોત અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News