હવે, વડોદરા પાલિકાની ટીમ મકરપુરા GIDC પહોંચી, મોટા ગેરકાયદે બાંધકામો પર ફેરવી નાખ્યું બુલડોઝર...

વડોદરા શહેરના મકરપુરા જીઆઇડીસી વિસ્તારમાં ગેરકાયકેસર બાંધકામ પર પાલીકાનું બુલડોઝર ફરી વળ્યું

Update: 2023-02-04 13:08 GMT

વડોદરા પાલિકા દ્વારા મેયરના માર્ગદર્શન હેઠળ શહેરના અલગ-અલગ વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે, ત્યારે દબાણ શાખાની ટીમ અને ખુદ મેયર કેયુર રોકડીયા વડોદરાની ઔદ્યોગીક વસાહત મકરપુરા જીઆઇડીસીમાં પહોંચ્યા હતા, જ્યાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

વડોદરા શહેરના મકરપુરા જીઆઇડીસી વિસ્તારમાં ગેરકાયકેસર બાંધકામ પર પાલીકાનું બુલડોઝર ફરી વળ્યું હતું. મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું હતુ કે, મકરપુરા જીઆઇડીસી વિસ્તારમાં આ પહેલા પણ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પરંતુ બાદમાં પણ ગ્રીન બેલ્ટ ઘણા દબાણો જોવા મળ્યા છે. આ તમામની યાદી પાલિકા પાસે છે. આ યાદીમાં કેટલીક મોટી કંપનીઓના શેડ્સનો પણ ઉલ્લેખ છે, ત્યારે યાદી પ્રમાણે તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી પાલિકા દ્વારા અઠવાડીયા સુધી કરવામાં આવશે. જોકે, હાલ 64 જેટલા દબાણો ધ્યાનમાં આવ્યા છે. આ સાથે જ નાના-મોટા ઝુપડાઓ જે ગ્રીન બેલ્ટના પ્લોટમાં છે તેને દૂર કરવામાં આવશે.

Tags:    

Similar News