વડોદરા : થાઇલેન્ડથી દારૂની બોટલ સાથે લઈ આવતા માંજલપુરના 4 યુવાનો રેલ્વે પોલીસના હાથે ઝડપાયા...

4 યુવાનો થાઇલેન્ડ ફરવા માટે ગયા હતા, જ્યાથી તેઓ રૂ. 49,750 કિંમતની દારૂની 11 નંગ બોટલો લઇને ટ્રેનમાં મુસાફરી કરી વડોદરા રેલ્વે સ્ટેશન પર ઉતરતાં જ રેલ્વે પોલીસે ઝડપી પાડ્યા હતા.

Update: 2022-07-15 09:26 GMT

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારના 4 યુવાનો થાઇલેન્ડ ફરવા માટે ગયા હતા, જ્યાથી તેઓ રૂ. 49,750 કિંમતની દારૂની 11 નંગ બોટલો લઇને ટ્રેનમાં મુસાફરી કરી વડોદરા રેલ્વે સ્ટેશન પર ઉતરતાં જ રેલ્વે પોલીસે ઝડપી પાડ્યા હતા.

મળતી માહિતી અનુસાર, વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર બાન્દ્રા-રામપુર એક્સપ્રેસ ટ્રેન આવતાં રેલ્વે એલસીબી પોલીસ સ્ટાફ વોચમાં હતો, ત્યારે મુંબઇ તરફના દાદર પાસે 4 યુવાનો વજનદાર ટ્રોલી-બેગો સાથે ટ્રેનમાંથી ઉતરીને જતા હતા. એલસીબી સ્ટાફ દ્વારા ચારેય યુવાનોને રોકી પૂછપરછ કરતા તેઓ ગભરાયા હતાં. જોકે, પોલીસે બેગ તપાસતા તેમાંથી દારૂની બોટલો મળી હતી, ત્યારે ચારેય યુવાનોને રેલ્વે સ્ટેશન પર એલસીબી પોલીસની કચેરીએ લઇ જઇ બેગો તપાસતા અંદરથી વિવિધ બ્રાંડની દારૂની 11 નંગ બોટલો મળી આવી હતી. પોલીસે ચારેય યુવાનોની વધુ પૂછપરછ કરતાં તેઓ થાઇલેન્ડ ફરવા ગયા હતા, જ્યાંથી પરત આવતા તેઓએ ડ્યૂટી ફ્રી શોપમાંથી લીકરની ખરીદી કર્યા બાદ પોતાના ઉપયોગ માટે દારૂ વડોદરા લાવ્યા હતા. દારૂની બોટલો સામાન સાથે મૂકી લઈને ભારત આવી ગયા હતા. સમગ્ર મામલે રેલ્વે પોલીસે 11 નંગ દારૂની બોટલો અને ટ્રોલી-બેગો મળીને કુલ કિંમત 49,750 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News